Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ધોલેરા સર ખાતે સ્થપાશે અદ્યતન ડેટા પાર્ક રાજ્યનું સૌપ્રથમ પબ્લિક “ડેટા પાર્ક” બનશે

વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન વિદેશી કંપનીઓને આકર્ષવા હવે ગુજરાત સરકાર ડેટા પાર્કની સુવિધા સાથે બિછાવશે લાલ જાજમ : કેન્દ્ર સરકારની ડેટા પ્રાઇવસી પોલિસી પહેલા પબ્લિક ડેટા પાર્ક ઉભું કરવા દિલ્હીથી સૂચના :ગીફ્ટ સિટી એમડી તપન રે અને સીએમ એસીએસ  પંકજ જોશીને જવાબદારી 

ધોલેરા સર ખાતે અદ્યતન ડેટા પાર્ક સ્થપાશે ગુજરાત નુ સૌ પ્રથમ પબ્લિક “ડેટા પાર્ક” ધોલેરા સર ખાતે બનશે , આગામી પાર્લામેન્ટ સેશન મા કેન્દ્ર સરકાર ડેટા પ્રાઇવસી પોલિસી લાવી રહી છે એ પોલીસી લાવતા પહેલા ગુજરાતમા પબ્લિક ડેટા પાર્ક ઉભુ કરવા દિલ્હીથી સૂચના મળી હોવાનું જાણવા મળે છે
ગુજરાતના બે સિનિયર આઇએસ અધિકારીઓને સૂચના  અપાઈ છે જેમાં ગીફ્ટ સિટી એમડી તપન રે અને સીએમ એસીએસ  પંકજ જોશીને સૂચના અપાઈ છે
વાઇબ્રન્ટ પહેલા રાજ્યનુ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ગુજરાતના ધોલેરા સર ખાતે કરશે ડેટા પાર્કનુ આયોજન  કરાયું છે જે ગુજરાતનું આ પહેલુ પબ્લિક ડેટા પાર્ક હશે

(2:23 pm IST)