Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

કાલે ઉતર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલનો જન્મદિન

રાજકોટઃ ભારતના સૌથી મોટા રાજય ઉતરપ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલનો જન્મ ૧૯૪૧ ના વર્ષની ર૧ નવેમ્બરે થયેલ કાલે ૮૧ માં વર્ષના દ્વારા ખટખટાવશે.

મૂળ મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના ખરોડ ગામના વતની શ્રીમતી આનંદીબેન વિદ્યાર્થી કાળથીજ નેતૃત્વના ગુણ ધરાવે છે. શાળામાં તેમને રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ બદલ 'વીરબાળા' પુરસ્કાર મળેલ અમદાવાદની મોંઘીબા કન્યા વિદ્યાલયમાં ૩ દાયકા સુધી  શિક્ષિકા તરીકે સેવા આપેલ રાજયસભાના સભ્ય, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉપરાંત સરકારમાં દોઢ દાયકા સેવા આપેલ રાજયસભાના મોરચાના પ્રમુખ ઉપરાંત સરકારમાં દોઢ દાયકા સુધી શિક્ષિણ, માર્ગ મકાન, મહેસુલ, શહેરી વિકાસ વગેરે વિભાગોના કેબીનેટ મંત્રી પદે રહી ચુકયા છે. ર૪ મે ર૦૧૪ થી ૬ ઓગસ્ટ ર૦૧૬ સુધી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે ફરજ બજાવેલ. મુખ્યમંત્રી પદેથી નિવૃત થયા બાદ પહેલા મધ્યપ્રદેશમાં અને હાલ ઉતરપ્રદેશમાં રાજયપાલ તરીકે કાર્યરત છે. બે રાજયમાં રાજયપાલ બનનાર તેઓ એક માત્ર ગુજરાતી મહિલા છે.

ફોન નં. ૦પરર-રર૩૬૪૯૭ લખનૌ

(11:41 am IST)