Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

માહી ઓટોમેટિક મિલ્ક કલેકશન સીસ્ટમ લોન્ચ

દૂધ સંપાદન અંગેની માહિતીમાં વધુ પારદર્શકતા આવશે, ડિજીટલાઈઝેશન તરફ કંપનીનું વધુ એક કદમઃ ડો.સંજય ગોવાણી

રાજકોટઃ માહી ઓટોમેટિક મિલ્ક કલેકશન મોબાઇલ એપ્લિકેશન તેમજ માહી ઇઆરપી સોફૂટવેર શરૂ થતા હવે દૂધ સંપાદન અંગેની માહિતીમાં વધુ પારદર્શકતા આવશે તેની સાથે સાથે સહાયકોને પણ દૂધ સંપાદન કરવામાં સરળતા પ્રા થશે. આ સીસ્ટમ લોન્ચ કરીને કંપનીએ ડિજિટલાઇઝેશન તરફ વધુ એક કદમ ભર્યું છે. તેમ લોન્ચીંગ પ્રસંગે કંપનીના યીફ એકિઝકયુટિવ ડો. સંજય ગોવાણીએ જણાવ્યુ હતું. તેમણે કંપનીના આઇ.ટી. વિભાગના કર્મયારીઓને આ એપ્લિકેશન અને સોફટવેર તૈયાર કરવા બદલ અને કંપનીને આ ક્ષેત્રે પણ આત્મનિર્ભરતા તરફ દોરવા બદલ અભિનંદન આપ્યા હતા.
માહી કંપનીના દૂધ ઉંત્પાદક સદસ્યો અને દૂધ એકત્રિકરણ સાથે જોડાયેલા તમામ લોકોને કામગીરીમાં સરળતા મળે તે માટે સમયાંતરે નવી નવી મોબાઈલ એલિકેશનો અને સોફટવેર કંપનીના આઇ.ટી. વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહ્યા છે. દૂધ ઉંત્પાદક સદસ્ય એમ.પી.પી. પર દૂધ ભરે ત્યારે તેના ફેટ, એસ.એન.એફ. અને તેમણે જેટલુ દૂધ ભર્યું હોય તેની વિગતો હાલ સહાયક જીપીઆરએસ મોડેમ દ્વારા બી.એમ.સી. / સર્વર પર મોકલે છે તેમા કયારેક જગ્યાના કારણે તો કયારેક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરના કારણે નેટવકની મુશ્કેલીઓ આવતી રહે છે. પરિણામે સહાયકો નેટવક મળે નહિ ત્યાં સુધી માહિતી મોકલી શકતા નથી. પરંતુ હવે આ તમામ મુશ્કેલીઓનો અંત આવશે. માહી કંપનીના આઈ.ટી. વિભાગ દ્વારા એન્ડ્રોઈડ આધારિત ઓટોમેટિક મિલ્ક કલેકશન માટે એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે અને તેની સાથે એક ઈ.આર.પી. સોફટવેર પણ વિકસાવવામાં આવ્યું છે જેના કારણે હવે દૂધ એકત્રિકરણની માહિતી ઝડપથી બી.એમ.સી./ સર્વર પર મોકલી શકાશે.
આ પ્રસંગે કંપનીના એડવાઈઝર શ્રી યોગેશભાઈ પટેલ, પ્રોકયોરમેન્ટ હેડ શ્રી જ્ઞાનેન્દ્ર વર્માએ પણ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. માહો ડેરી ભાવનગરના ડિસ્ટ્રીકટ ઇન્ચાર્જ ડો. શાંતિલાલ રાંકે કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન અને આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સંકલન શ્રી નિલેશ મકવાણાએ કર્યું હતું.

 

(10:38 am IST)