Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

દેવ દિવાળીના પર્વ નિમિત્તે રાજપીપળા જિલ્લા જેલના 180 બંદીવાનોને મોઢું મીઠું કરાવતા રાજેન્દ્ર પટેલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તારીખ 19 -11- 2021ના રોજ રાજપીપળા જિલ્લા સબ જેલ ખાતે સકારાત્મક રૂપી પ્રકાશ પાથરતા પર્વ દેવ દિવાળીના રોજ રાજપીપળા ખાતે રાજેન્દ્ર પટેલ શ્રીજી મેડિકલ સ્ટોરના માલિક દ્વારા જિલ્લાની જેલના બંદીવાનોને ગોળના લાડુ આપી મીઠું મોઢું કરાવ્યું હતું 180 બંદીવાનો તથા પોલીસ સ્ટાફ સહિત તમામ લોકોને મીઠું મોઢું કરાવી સજા ભોગવતા બંદીવાનોને પણ પરિવારથી દુર રહેવા છતાં દરેક તહેવારમાં ઉજવણી કરાવી પરિવાર સાથે જ હોવાનું અનુભવ વ્યક્ત કરાવી બાકીનું જીવન સારી રીતે જીવવા પ્રેરણા આપી હતી

(10:08 pm IST)