Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાજ્યના પોલીસ કર્મચારી અને તેના પરિવારોને નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત તમામ આરોગ્ય લક્ષી સુવિધા અપાશે

૩૦ વર્ષ જે વધુ વાયનને આજથી લેવાશે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે

“સર્વે ભવંતુ સુખીન:, સર્વે સંતુ નિરામય:'નાં સ્વાસ્થ્ય સંબંધી સારા વિચાર સહ આપણે સૌ જાણીએ છીએ કે, આજથી ૫૦ વર્ષ પહેલાં કરતાં આજે મનુષ્યની જીવન જીવવાની પધ્ધતિમાં ખુબ જ મોટા પ્રમાણમાં ફેરફાર નોંધાયેલ છે. જેમાં મુખ્યત્વે શહેરીકરણ, ઔધોગીકરણ, ચાંત્રીકરણને લીધે મનુષ્ય જીવનમાં ખાન-પાનમાં બદલાવ, શારીરીક શ્રમનો અભાવ અથવા બેઠાડુ જીવન વિગેરેનું પ્રમાણ વધતુ જાય છે. જેને લીધે જીવનશૈલી આધારિત રોગોનું પ્રમાણ સતત સમગ્ર વિશ્વમાં વધતુ જ જાય છે, જેને આપણે બિનચેપી રોગો કે જીવનશૈલી આધારિત રોગો તરીકે ઓળખીએ છીએ.

ભારત સરકારશ્રી દ્રારા આ બાબતે એક પડકારનો સામનો કરવા માટેની તૈયારી બતાવીને બિનચેપી રોગોની અટકાયત અને નિયંત્રણ થાય તે માટે જરૂરી પગલાં લેવાની એક પહેલ (શરૂઆત) કરવામાં આવેલ છે. આવા સંજોગોમાં ગુજરાત સરકાર દ્રારા પહેલ કરીને ગત તા.૧૨/૧૧/૨૦૨૧નાં રોજ નિરામય ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેમાં બિનચેપી રોગોનાં સ્ક્રીનિંગથી સારવાર સુધીની તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ તઘ્વન નિ:શુલ્ક રીતે પુરી પાડવા માટે એક અભિયાન તરીકે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. જે અન્વયે રાજ્યનાં ૩૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતાં અંદાજીત ૩ કરોડ લોકોને આવરી લેવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત બિનચેપી રોગોમાં હાયપરટેન્શન, ડાયાબિટીશ, હદય સંબંધિત બિમારીઓ, કેન્સર ઉપરાંત અન્ય ત્રણ રોગ પાંડુરોગ, કીડનીની બિમારી તથા કેલિશયમની ઉણપનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત આરોગ્ય સંલગ્ન સ્ટાફ દ્રારા રાજ્યનાં તમામ ૩૩- જીધા તથા ૮-મહાનગરપાલિકામાં પોલિસ કર્મચારી તેમજ તેમનાં પરિવારનાં સભ્યોની બિનચેપી રોગો અંતર્ગત સ્ક્રીનીંગથી લઈને સારવરનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજે તા.૧૯/૧૧/૨૦૨૧નાં રોજ ગુજરાત સ્ટેટ પોલિસ વેલ્ફેર હોસ્પિટલ, શાહીબાગ, અમદાવાદ ખાતે માન. આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલ, માન. આરોગ્ય મંત્રી(રાજ્ય કક્ષા) શ્રીમતી નિમિષાબેન સુથાર તથા માન. ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા મેગા હેલ્થ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવેલહતુ.

 આ પ્રસંગે અમદાવાદ શહેરના માન. ડેપ્યુટી મેયર અને સ્ટૅડીંગ કમેટીના ચેરમેનશ્રી અને ગુજરાત રાજ્યના કમિશ્નર તથા સચિવશ્રી-આરોગ્ય, પોલીસ કમિશ્રરશ્રી અમદાવાદ શહેર, અન્ય અધિકારીગણ તથા પદાધિકારીગણ હાજર રહેલ હતા.  ઉપરોક્ત નિરામય ગુજરાત અંતર્ગત અમદાવાદ શહેરમાં શાહીબાગ તથા ગોમતીપુર ખાતે હેલ્થ કેમ્પ રાખવામાં આવેલ. જેમાં આવેલ ૮૬૪-પોલિસ કર્મચારી તેમજ તેમનાં પરિવારનાં સભ્યોની નિષ્ણાંતોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલ હતી. નિરામય કેમ્પમાં ૮૬૪-નિરામય કાર્ડ તથા ૫૩૮-ડિઝીટલ હેલ્થ આઇ.ડી. કાર્ડ આપવામાં આવ્યા.

જે અન્વયે સમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ કોર્પોરેશનના કુલ- ૧૫,૨૩૩ પોલિસકર્મચારી તેમજ તેમનાં પરિવારનાં સભ્યોની નિષ્ણાંતોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલ હતી.નિરામય કેમ્પમાં ૧૫૨૩૩-નિરામય કાર્ડ તથા ૩૩૦૮-ડિઝીટલ હેલ્થ આઈ.ડી. કાર્ડ આપવામાંઆવ્યા. તા.૧૨/૧૧/૨૦૨૧ થી લઈને અત્યાર સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત ૩૦ વર્ષથી કે તેથી વધુ વયના ૧૩,૩૯,૭૯૧ લોકોનાં આરોગ્યની ચકાસણી કરવામાં આવી. આ ઉપરાંત નિરામય કેમ્પમાં ફૂલ ૧,૨૦,૧૦૭-નિરામય કાર્ડ, ૧૩,૭૬૬-ડિઝીટલ હેલ્થ આઇ.ડી. કાર્ડ તથા ૧૬,૪૯૮-૩1114%/11/4/ કાર્ડ આપવામાં આવેલ છે.

(9:12 pm IST)