Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદમાં રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી રાત્રી કર્ફ્યુ: વાહનોની અવર જવર પર પ્રતિબંધ

કોઈ પણ રહેવાસી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં : લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે : દૂધ વિતરણ ચાલુ રહેશે. પેટ્રોલિયમ,સી.એન.જી ,એલ.પી.જી ,પાણી ,વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરૂ રહેશે : જાહેર અને ખાનગી તબીબી સેવા યથાવત રહેશે : ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાને છૂટ : 20 ડાઘુઓ સાથે અગ્નિ સંસ્કારની અનુમતી:લગ્ન માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી : રેલવે અને હવાઈ મુસાફરી માટે ટેક્સ અને કેબ સર્વિસ યથાવત : અનિવાર્ય સંજોગોમાં બહાર જવા માટે પોલીસ ખાસ પાસ આપશે : આવશ્યક ચીજવસ્તુના તમામ યુનિટો ખુલ્લા રહેશે : બેન્કોના એટીએમ પણ ખુલ્લા રહેશે

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પડાયું છે,આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કરફ્યુ લાગુ રહેશે જેમાં કોઈ પણ રહેવાસી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં. વાહનો અવર જવર પર પ્રતિબંધ રહેશે લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે,અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે. દૂધ વિતરણ ચાલુ રહેશે.રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે. એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહેશે સી.એ, એ.એસ.સી ,સી.એસ સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થી આઈકાર્ડ ફરજીયાત રહેશે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ને પણ અવર જવર પર મજૂરી. પોલોસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે.તમામ પ્રકારના માલ સામાનના પરિવર્તન મજૂરી તમામ છૂટછાંટો માં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ડ્સ સહિત પાલન કરવાનું રહેશે. પેટ્રોલિયમ,સી.એન.જી ,એલ.પી.જી ,પાણી ,વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરૂ રહેશે પોલીસ કમિશ્નર જાહેરનામા ભંગ કરનાર ગુનો દાખલ કરવામાં આવશે

(7:40 pm IST)
  • ગુજરાત પ્રદેશ ભાજપના માળખાની આજે જાહેરાત થવા સંભાવના access_time 4:24 pm IST

  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 40,909 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 89,99,049 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,41,727 થયા:વધુ 41,302 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,23,162 રિકવર થયા :વધુ 514 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,133 થયો access_time 1:16 am IST