Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સુરતનું એક માત્ર પ્રવાસન સ્થળ ડુમસ ફરી સહેલાણીઓ માટે બંધ કરાયું

સોમવારે વિચારણા બાદ બંધ રાખવા કે ખોલાવાનો આદેશ આપવામાં આવશે

દિવાળીના તહેવાર બાદ કોરોના વકર્યો છે. જેને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત રોજથી જ સુરતના એક માત્ર પ્રવાસન સ્થળ ડુમસ પરથી સહેલાણીઓને પરત મોકલવામાં આવ્યા હતા. ત્યારે આજે ડુમસને સહેલાણી માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે શનિ-રવિવારે બંધ રાખવા કડક આદેશ આપવામાં આવ્યા છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, આજથી રવિવાર સુધી બંધ રાખવા આદેશ અપાયો છે અને સોમવારે વિચારણા બાદ બંધ રાખવા કે ખોલાવાનો આદેશ આપવામાં આવશે

(6:29 pm IST)
  • ફેબ્રુઆરીમાં મેડિકલ કર્મચારી અને સિનિયર સિટીઝન માટે તથા એપ્રિલમાં દેશભરની પ્રજા માટે ઓકસફર્ડ કોરોના વેકસીન મળતી થઈ જશે : ભારતમાં ઓકસફર્ડ કોવિડ વેકિસન કોરોના વોરિયર્સ/ હેલ્થ કેર કર્મચારીઓ તથા સિનિયર સિટીઝનોને ૨૦૨૧ના ફેબ્રુઆરી આસપાસ મળતી થઈ જશે. જયારે દેશની સામાન્ય પ્રજા માટે એપ્રિલ સુધીમાં ઓકસફર્ડ કોરોના વેકિસન મળવા લાગશે. તેના બે ડોઝની વધુમાં વધુ કિંમત ૧૦૦૦ રૂપિયા આસપાસ રહેશે તેમ સિરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું છે. access_time 12:52 pm IST

  • શેરબજારમાં પ્રારંભે મોટો ઉછાળો : આજે સવારે શેરબજાર શરૂ થઈ ત્યારે સેન્સેકસમાં સીધો જ ૨૮૨ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અને આંક ૪૩,૮૮૨ ઉપર પહોંચેલ. જયારે નિફ્ટી ૭૮ પોઇન્ટ વધીને ૧૨૮૫૦ના આંકે પહોંચી ગઈ હતી. access_time 12:52 pm IST

  • અમેરીકાના પ્રમુખપદની ચૂંટણીમાં અંતિમ આંકડાઓ બહાર આવી ગયા : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ અમેરીકાના પ્રમુખની ચૂંટણીમાં ઉભા રહેલા ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડનને ૩૦૬ મત મળ્યા છે જયારે રિપબ્લીકન પાર્ટીના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૨૩૨ મત મળ્યા છે. આમ જો બાઈડન ૭૪ મતથી વિજેતા થયા છે. જો કે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. access_time 11:25 am IST