Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સુરતમાં નવા વર્ષની શરૂઆતમાં સગા-સંબંધીને મળવા જવું પરિવારને ભારે પડ્યું: ત્રીજા માળેથી યુવાન નીચે પટકાતા મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ

સુરત:નવા વર્ષના દિવસે સગા સંબંધીઓ સાથે મજાક મસ્તી કરતા કરતા અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાયેલા પુણાના રીક્ષાચાલકનું મોત થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આદરી છે.

પુણાની કૃષ્ણકુંજ સોસયટીમાં જીતેન્દ્વ મતરેભાઇ કુશ્વાહ (ઉ.વ.25) ભૂપત ભાઇના મકાનમાં પત્ની સુમન સાથે ત્રીજા માળે ભાડેથી રહેતા હતા. નવા વર્ષના દિવસે ઘરે સગા સંબંધીઓ આવ્યા હતા. ત્યારે તેઓ ત્રીજા માળની ગેલેરીમાં ઉભા ઉભા સંબંધીઓ સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા. તે વખતે અકસ્માતે અચાનક ત્રીજા માળેથી નીચે પટકાતા પત્ની અને સંબંધીઓ બેભાન હાલતમાં સારવાર માટે નવીસિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. પરંતુ માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર હાજર ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જીતેન્દ્રભાઇ મુળ મધ્યપ્રદેશના વતની હતા. અને પહેલા કલરકામ કરતા હતા. હાલમાં રીક્ષા ચલાવતા હતા. અને ભૂપતભાઇના મકાનમાં પત્ની સાથે ભાડે રહેતા હતા.

(5:12 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 40,909 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 89,99,049 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,41,727 થયા:વધુ 41,302 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,23,162 રિકવર થયા :વધુ 514 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,133 થયો access_time 1:16 am IST

  • ગુજરાત પ્રદેશ ભાજપના માળખાની આજે જાહેરાત થવા સંભાવના access_time 4:24 pm IST

  • વિશ્વ સુપ્રસિદ્ધ શ્રી અક્ષરધામ મંદિર બંધ રહેશે : અમદાવાદ શહેરમાં હવે કોરોના વાયરસનું સંક્રમણમાં બેફામ વધારો થયો હોય અમદાવાદ શહેરમાં તા.૨૦થી ૨૩ નવેમ્બર સુધી કર્ફયુ જાહેર કરેલ હોય જેના અનુસંધાને સૌની સલામતી જળવાય એ હેતુ સાથે ગાંધીનગરમાં આવેલ સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પણ આ દિવસો દરમિયાન બંધ રહેશે access_time 11:25 am IST