Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદ : દિવાળીના તહેવારોમાં હરવું-ફરવું અને બહાર ખાવું-પીવું મોંઘુ પડ્યું

લોકોએ દિવાળીનો તહેવાર હળવાશથી લેતા ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો, શરદી-ખાંસીની તકલીફ વધતાં લાભ પાંચમના દિવસથી જ ડોકટરોને ત્યાં લાઈનો લાગી

નવી દિલ્હી,તા.૨૦ : અમદાવાદમાં કોરોના ફરીથી વધી જતાં શહેરમાં આજે રાત્રે વાગ્યેથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી કમ્પલિટ કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જેથી એક વસ્તુ તો સ્પષ્ટ છે કે, સરકાર અને તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાંય શહેરીજનો કોરોનાને લઈને બેદરકારી દાખવી રહ્યા છે. પરિણામે શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યું છે. દિવાળીના તહેવારોમાં કોરોનાને ભૂલી હરવા-ફરવા અને હોટલોમાં ખાવા-પીવાના શોખ અનેક શહેરીજનોને ભારી પડી રહ્યો છે.

 તેલ અને તીખા ખોરાક ઉપરાંત ભીડભાડવાળા સ્થળોએ પહોંચેલા લોકોમાં હવે શરદી-ખાંસી અને ગળામાં ખરાશની ફરિયાદો વધી જતાં લાભ પાંચમના દિવસથી જ ડોકટરોને ત્યાં લાઈનો જોવા મળી રહી છે. આમ, કોરોનામાં કાળજી રાખવાના બદલે લોકોએ દિવાળીનો તહેવાર હળવાશથી લેતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ સ્થિતિ એવી સર્જાઈ છે કે, ઘરોમાં કોઈને કોઈ બીમાર છે.

 દિવાળીની રજાઓમાં હરવા-ફરવા માટે પિકનિક પર પહોંચેલા લોકોને પણ સ્વાસ્થ્ય સંબંધી નાની-મોટી તકલીફો થઈ રહી છે. દિવાળીમાં મિઠાઈ-ફરસાણ સહિતની વાનગીઓ આરોગવાના લીધે ગળામાં અસર થઈ રહી છે, જેના કારણે શરદી અને ખાંસીની ફરિયાદો વધી છે. ગળામાં ઈન્ફેકશન થવાને કારણે કોરોનાની શંકાથી લોકો માનસિક રીતે ચિંતાતુર બન્યા છે, જેથી કરીને ડોકટરોને ત્યાં દવા લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. આ ઉપરાંત જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતાં કોરોનાનું સંક્રમણ પણ ઝડપી બન્યું છે.

 શહેરમાં દિવાળીના તહેવારો નિમિત્ત્।ે વિવિધ બજારોમાં ઉમટેલી ભીડભાડ અને શિયાળાની મોસમને કારણે કોરોનાના કેસમાં ચોંકાવનારો ઉછાળો થતાં રાજય સરકારે પરિસ્થિતિ વણસતી જોઈ અને ગંભીરતાને પામીને કડક નિર્ણય લીધો છે. જે અંતર્ગત અમદાવાદમાં શહેરમાં આજે રાત્રે ૯ વાગ્યેથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી કમ્પલિટ કરફ્યૂ લાદવાની જાહેરાત કરી છે. જેમાં શનિવારે અને રવિવારના દિવસ દરમિયાન પણ કરફ્યૂ લાગુ રહેશે. આમ શહેરમાં આશરે ૬૦ કલાક સતત કરફ્યૂ રહેશે. જો કે, આ દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.

(10:00 am IST)
  • વિશ્વ સુપ્રસિદ્ધ શ્રી અક્ષરધામ મંદિર બંધ રહેશે : અમદાવાદ શહેરમાં હવે કોરોના વાયરસનું સંક્રમણમાં બેફામ વધારો થયો હોય અમદાવાદ શહેરમાં તા.૨૦થી ૨૩ નવેમ્બર સુધી કર્ફયુ જાહેર કરેલ હોય જેના અનુસંધાને સૌની સલામતી જળવાય એ હેતુ સાથે ગાંધીનગરમાં આવેલ સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પણ આ દિવસો દરમિયાન બંધ રહેશે access_time 11:25 am IST

  • આંધ્રમાં 25 સ્થળોએ સીબીઆઈ ત્રાટકી:આંધ્ર પ્રદેશમાં સીબીઆઈએ ૨૫ સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ ઓપરેશનમાં તેલુગુ દેશમ પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે access_time 11:12 pm IST

  • અમેરીકાના પ્રમુખપદની ચૂંટણીમાં અંતિમ આંકડાઓ બહાર આવી ગયા : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ અમેરીકાના પ્રમુખની ચૂંટણીમાં ઉભા રહેલા ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડનને ૩૦૬ મત મળ્યા છે જયારે રિપબ્લીકન પાર્ટીના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૨૩૨ મત મળ્યા છે. આમ જો બાઈડન ૭૪ મતથી વિજેતા થયા છે. જો કે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. access_time 11:25 am IST