Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

' હીલિંગ લિટલ હાર્ટ્સ ' : અમદાવાદની સત્ય સાંઈ હોસ્પિટલમાં વધુ બે વર્ષ માટે ઓડિસાના જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે હૃદયરોગની સારવાર મળી રહેશે : ઓડિસા રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયક તથા પ્રશાંતિ મેડિકલ સર્વિસીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનોજ ભીમાણી વચ્ચે આજરોજ કરાયેલા એમઓયુ

અમદાવાદમાં આવેલી સત્ય સાંઈ  હોસ્પિટલમાં ઓડિસાના જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે હૃદયરોગની  સારવાર આપવા માટે ઓડિસા રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયક તથા  પ્રશાંતિ મેડિકલ સર્વિસીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનોજ ભીમાણી વચ્ચે  આજરોજ વધુ બે વર્ષ માટે એમઓયુ  કરવામાં આવ્યા છે.

આ તકે  માનનીય જસ્ટિસ શ્રી વિનીત સરનજી ,તથા માનનીય જજશ્રી કલ્પેશ ઝવેરીજી ,તથા ઓડિશા ચીફ જસ્ટિસ માનનીય શ્રી મોહંમદ રફીક એ હાજરી આપી શુભેચ્છા તથા આશીર્વાદ આપ્યા તે બદલ આભાર માનવામાં આવ્યો હતો .

આ અગાઉ નવેમ્બર 2018 માં ઓડિસાના જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે  આ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા માટેનો ખર્ચ ઓડિસા સરકારે ભોગવવો તેમ નક્કી કરાયું હતું .જ્યાં તેઓને તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે મળી રહે છે.જેનો લાભ અત્યાર સુધીમાં ઓડિસાના 1019 બાળકોને મળ્યો હતો.જે તાજેતરમાં કરાયેલા એમઓયુ ને કારણે હવે વધુ બે વર્ષ માટે મળી શકશે .

ઉલ્લેખનીય છે કે જયારે સમગ્ર દુનિયા પોતાના વ્યક્તિગત લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં રોકાયેલી છે તેવા સંજોગોમાં સત્ય સાંઈ  હાર્ટ હોસ્પિટલ હૃદયરોગ સહિતની સેવાઓના વ્યાપ માટે સમાજને તેમજ  ઓડિસાના બાળકોને મદદરૂપ થઇ રહી છે.જે સહુના સહકાર તથા સમર્થનને કારણે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:31 pm IST)