Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગોડમેન નિત્યાનંદની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ

જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરી તપાસ : વિવાદાસ્પદ નિત્યાનંદ પર પણ સકંજો વધુ મજબૂત થયો

અમદાવાદ, તા. ૨૦ : જાતે બની બેઠેલા ગોડમેન સ્વામી નિત્યાનંદ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. ગુજરાતમાં અમદાવાદમાં આશ્રમને ચલાવવા માટે અનુયાયીઓ પાસેથી દાન એકત્રિત કરવા બાળકોને બિનજરૂરીરીતે પકડી રાખવા અને અપહરણના મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ચાર બાળકોના નિવેદનના આધાર પર પોલીસે નિત્યાનંદ સામે કાર્યવાહી કરી છે. આ ચાર બાળકોને ફ્લેટ અને આશ્રમમાંથી બચાવી લેવાયા છે. પોલીસનું કહેવું છે કે, નિત્યાનંદ સામે કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

           બીજી બાજુ પોલીસ અધિકારી કેટી કામરિયાના કહેવા મુજબ તેમના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધાર પર આશ્રમમાંથી બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. આરોપી લોકો સામે કલમ ૩૬૫, કલમ ૩૪૪, કલમ ૩૨૩, કલમ ૫૦૪ અને ૫૦૨ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના કહેવા મુજબ ચાઇલ્ડ લેબર એક્ટ ૧૯૮૬ હેઠળ પણ કેસ દાખલ કરાયો છે. સમગ્ર મામલામાં ઉંડી તપાસનો દોર હજુ પણ ચાલી રહ્યો છે. પોલીસે લાપત્તા વ્યક્તિ સામે પણ કેસ દાખલ કર્યો છે.

(8:18 pm IST)