Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

આણંદની પરિણીતા પાસે 20 લાખની દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:ખાતે રહેતી એક પરિણીતા પાસે તેના પતિ, સાસુ અને સસરા દ્વારા ૨૦ લાખની માંગણી કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવામાં આવતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શીફાબેનના લગ્ન ગત ૨૪-૧૨-૧૬ના રોજ મુળ સુણાવના પરંતુ હાલમાં આણંદ ખાતે રહેતા મતીનભાઈ ઈમ્તીયાઝભાઈ વ્હોરા સાથે થયા હતા. શરૂના છ મહિના સુધી લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતુ. ત્યારબાદ પતિ દ્વારા ઓસ્ટ્રેલિયા જવાનું દબાણ કરતાં પરિણીતાએ ના પાડી દીધી હતી.

(5:55 pm IST)