Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

વડોદરાના છાણી પોલીસ સ્ટેશન નજીક સીએનજી કારમાં આગ ભભુકતા અફડાતફડી: કારમાં બેઠેલ ત્રણ વ્યક્તિનો આબાદ બચાવ

વડોદરા: શહેરમાં છાણી પોલીસ સ્ટેશન પાસે આજે બપોરે એક કારમાં આગ લાગતાં અંદર  બેઠેલી ત્રણ વ્યક્તિનો બચાવ થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ,છાણી પોલીસ સ્ટેશન પાસે આવેલા પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઇ રહેલી કારના આગળના ભાગે ધુમાડા નીકળતાં સામેથી આવતા સ્કૂટર સવાર ચિંતનભાઇનું ધ્યાન ગયું હતું.

સ્કૂટર સવાર યુ ટર્ન લઇ પરત કાર સુધી આવે ત્યાં સુધી આગ વધી ગઇ હતી અને કારમાંથી  બે મહિલા અને એક પુરૃષ ઝડપભેર બહાર નીકળી ગયા હતા.આ સાથે જ ગણતરીની મિનિટોમાં આખી કાર આગમાં લપેટાઇ ગઇ હતી.

(5:47 pm IST)