-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
ભીલડી નજીક પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે બાતમીના આધારે ગાડીમાંથી 1 લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડયા
મહેસાણા: ભીલડી પોલીસે ઇદે-મિલાદના તહેવારમાં પેટ્રોલીંગ દરમીયાન મળેલ બાતમી આધારે મુડેઠાથી અરણીવાળા રોડપરથી એક વિદેશી દારુ ભરેલી ગાડીમાથી રૃ.૧,૪૭,૫૦૦નું દારુ સાથે બે શખ્સોની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ભીલડી પીએસઆઇ આર.જે.ચૌધરી તથા પોલીસ સ્ટાફ સાથે ૧૯મીના ઇદેમિલાદના તહેવાર પ્રસંગે ભીલડી વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યા હતા. તે દરમીયાન બાતમી મળેલ હતી કે મુડેઠાથી અરણીવાળા રોડ પર એક વિદેશી દારુ ભરેલી ગાડી નીકળવાની છે. જે આધારે આ રોડ પર નાકાબંધી કરી હતી. જેમાં એક ગાડીના ચાલકે પોલીસની નાકાબંધી તોડી ગાડીને અરણીવાળા રોડ તરફ પુરઝડપે ભગાડી જતાં પોલીસે તેનો પીછો કરી મુડેઠા પાવરગ્રીડ પાસેથી પકડી પાડી હતી. ગાડીની તલાશી લેતાં જેમાં વિદેશી દારુની નાની બોટલો તથા બિયર ટીન ૧૪૭૫ કિંમત રુ.૧,૪૭,૫૦૦ તથા સ્વિફ્ટ ગાડી રુપિયા ૨,૫૦,૦૦૦ ની બે મોબાઇલ૨૦,૦૦૦ના મળી કુલ ૪,૧૭,૫૦૦ના મુદ્દામાલ સાથે ચાલક વરજંગારામ લછારામ રબારી રહે.ટીટોપ, તા.સાંચોર તથા હડમતરામ સંકરારામ મેઘવાલ રહે.પાંચલા,તા.સાંચોર,જીલ્લા ે ઝાલોર,રાજસ્થાનવાળાને પકડી પાડી ભીલડી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ ધરી છે.