Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર સોમવારથી અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ તકેદારીના પગલા ભર્યા : વિધાનસભા આવનારનું થર્મલ સ્ક્રેનીંગ સનેટાઇઝ કરાયુ છે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું સાતમુ સત્ર સોમવારથી શરૂ થઇ રહેલ છે. અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ વર્તમાન સમયને લક્ષમાં લઇ તકેદારીના પગલા ભર્યા છે. વિધાનસભમામાં આવનાર બધા જનું થર્મલ સ્ક્રેનીંગ તથા સેનેટાઇઝ કરાય છે.

અંગેની વિગતો જોઇએ તો માન.અધ્યક્ષશ્રીએ વારંવાર કચેરીઓની સરપ્રાઈઝ મુલાકાત લઈ માસ્ક વગર ફરતા અધિકારી/કર્મચારી ને દંડ પણ કરેલ છે તથા યોગ્ય રીતે માસ્ક પહેરવા તાકીદ કરેલ છે.

માન.અધ્યક્ષશ્રીની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ તા.૧૮ અને ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ વિધાનસભાના માન.અધ્યક્ષશ્રી, સચેવશ્રી સહીત તમામ અધિકારીઓ / કર્મચારીઓ, સલામતી શાખા, વર્ગ- ૪ કર્મચારી, સફાઈ કામદારો, સલામતી સ્ટાફ, પોલીસ સ્ટાફ સહિત સંકુલમાં હાજર રહેનાર કુલ ૫૦૬ લોકોના કોરોના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવેલ છે. વિધાનસભા સંકુલ ખાતે

આગોતરા તકેદારીના પગલાંને કારણે ૫૦૬ ટેસ્ટ પૈકી માન. અધ્યક્ષશ્રી સહીત કુલ ૫૦૧ વ્યક્તિઓના રેપીડ એન્ટિજન ટેસ્ટ નેગેટીવ આવેલ છે. વિધાનસભા સ્ટાફના માત્ર ૨ અને સલામતીના ૩ કર્મચારી પોઝીટીવ આવેલ છે. જે ખૂબ જ નોંધનીય બાબત છે.

આમ આગામી વિધાનસભાના સત્ર શરૂ થવાનું છે, ત્યારે દીર્ધદ્રષ્ટા માન.અધ્યક્ષશ્રી આયોજનથી વિધાનસભા સંકુલમાં ફરજ બજાવતા તમામ અધિકારી/કર્મચારીઓ કોરોનાના ભયથી મુક્ત થઈ સ્વસ્થતાથી ફરજ બજાવી શકે તે સુનિશ્ચિત કરવામાં આવેલ છે.

(10:14 pm IST)