Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ડીસાના રિલાયંસ પેટ્રોલપંપ નજીક ટ્રકની બ્રેક ફેઈલ થતા બસ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત: 25 જેટલા મુસાફરોનો આબાદ બચાવ

ડીસા: શહેર ના રિલાયન્સ પેટ્રોલપંપ પાસે બસ અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. ટ્રકની બ્રેક ફેલ થતા આગળ જતી બસને ટક્કર મારી હતી. જોકે સદનસીબે બસમાં બેઠેલા ૨૫ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

આ અકસ્માતની વિગત જોઈએ તો ડીસાના રિલાયન્સ પેટ્રોલપંપ પાસેથી ગુરુવારે બાડમેર તરફ બસ જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પસાર થઈ રહેલ ટ્રકની અચાનક બ્રેક ફેલ થતા આગળ જઈ રહેલ બસને ધડાકાભેર ટક્કર મારી હતી. જ્યારે બસની આગળ છકડો રિક્ષા પસાર થઈ રહી હતી. તેને બચાવવા અચાનક બસના ડ્રાઈવરે બસને સાઈડમાં ઉતારી દીધી હતી. જેથી છકડો રિક્ષાનો આબાદ બચાવ થયો હતો. જોકે બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. બીજી તરફ બસ ડ્રાઈવરની સતેજતાથી બસના મુસાફરો તથા છકડો રિક્ષાના મુસાફરોનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(6:01 pm IST)