Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ગાંધીનગરમાં ડહોળા પાણીની સમસ્યા યથાવત:પાણીના પુરવઠાને શુદ્ધ કરવાના પ્લાન્ટમાં આધુનિક્તાનો અભાવ સામે આવ્યો: લોકોના સ્વાસ્થ્યને જોખમ

ગાંધીનગર: શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ડહોળા પાણીની સમસ્યા કાયમી બની ગઇ હોય તેમ લાગે છે જેના કારણે રોગચાળાની દહેશત છે ત્યારે ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પુરા પાડવામાં આવતા પાણીના પુરવઠાને શુધ્ધ કરવાના પ્લાન્ટમાં આધુનિકતાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. તો ડહોળા પાણીની સમસ્યાને કાયમી ધોરણે દુર કરવા માટે તેમાં ફટકડી અથવા ડયુઅલ ફિલ્ટર મિડિયાનો ઉપયોગ કરવા પણ નિષ્ણાંતોએ તંત્રને સલાહ આપી છે.

ગાંધીનગર શહેરમાં અગાઉ અમદાવાદની જેમ સાબરમતી નદીનું પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ મારફતે આપવામાં આવતું હતું. ગાંધીનગરને પુરો પાડવામાં આવતો પાણીનો પુરવઠો દુધેશ્વર ખાતેના પ્લાન્ટમાંથી શુધ્ધ થઇને આવતો હતો. આ પાણીમાં ચોમાસાની ઋતુ દરમિયાન બેથી ત્રણ હજાર પી.પી. એમ.ટરબીડીટી પણ મળતી હતી .આ પાણીને પણ શુધ્ધ કરીને તે વખતે પહોંચાડવામાં આવતું હતું. ત્યારે હાલ નર્મદા નદીનું કેનાલ મારફતે પાણી નગરમાં આપવામાં આવે છે. 

(5:58 pm IST)