Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સુરતમાં મધ્યપ્રદેશમાં આવેલી રફની ખાણોમાંથી ડાયકટ હીરાની પ્રથમવાર હરાજી : રજીસ્ટ્રેશન શરૂ

રફ ડાયમંડ માટે મુંબઇ કે વિદેશોમાં પ્રત્યક્ષ જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે

સુરત : હીરા ઉદ્યોગકારોને હવે ઘર આંગણે જ રફ ડાયમંડ મળી રહે એ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સુરતમાં મધ્યપ્રદેશમાં આવેલી રફની ખાણોમાંથી ડાયકટ હીરાની હરાજી કરવામાં આવનાર છે.

આ હરાજી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના) ઉપક્રમે સુરત ખાતે સૌપ્રથમ વખત યોજાઇ રહી છે. જેના રજીસ્ટ્રેશનની શરૂઆત આજથી કરવામાં આવી હતી અને રજી સ્ટ્રેશન કરનાર તમામ બાયરો માટે આવતા સપ્તાહે રફ હિરાજેની હરાજી થવાની છે તે જોવા માટે મળશે.

જેમ અન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સીલના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, 25000 કેરેટ રફ ડાયમંડની જાહેર હરાજીની પ્રક્રિયા 2019ની શરૂ થઇ ગઇ છે. આજથી તેમાં ભાગ લેવા માટેના રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયા છે. સુરતના હીરા ઉદ્યોગકારોએ રફ ડાયમંડ માટે મુંબઇ કે વિદેશોમાં પ્રત્યક્ષ જવું પડતું હતું, આ મહેણું ભાંગી રહ્યું છે.

(2:06 pm IST)