Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

વડોદરાની સમરસ હોસ્ટેલમાં ટોયલેટ પાસે બને છે રોટલી આરોગ્ય વિભાગે નમૂના લીધા : કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી

હોસ્ટેલમાં ફરિયાદ પેટી મુકવા માટે સુચના અપાઈ

 

વડોદરાની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓની ફરિયાદને પગલે આરોગ્ય વિભાગની ટીમે હોસ્ટેલમાં તપાસ કરી હતી  હોસ્ટેલના રસોડામાં ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે, ટોઈલેટ પાસે રોટલી બનાવવામાં આવે છે. આરોગ્ય વિભાગે ખાદ્ય સામગ્રી અને ભોજનના નમુના લીધા અને ફૂડ કોન્ટ્રાક્ટરને શિડયુલ 4ની નોટિસ આપી. ઉપરાંત હોસ્ટેલમાં ફરિયાદ પેટી મુકવા માટે સુચના અપાઈ છે.

(10:35 pm IST)