Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઇડરના ચિત્રોડા ગામે યુવક મોબાઈલના ટાવર પર ચડતા દોડધામ

છેલ્લા બે વર્ષથી વિના પરવાનગી આ ટાવર યથાવત્ સ્થિતિમાં

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા ગામે એક યુવક મોબાઇલ ટાવરની ટોચ ઉપર ચડી જતા ટૂંક સમય માટે સમગ્ર વિસ્તારમાં દોડધામ સર્જાઇ હતી ખાનગી કંપનીના આ ટાવરને ખસેડવા માટે સ્થાનિકોની વારંવાર રજૂઆત છે

   બીજી તરફ છેલ્લા બે વર્ષથી વિના પરવાનગી આ ટાવર યથાવત્ સ્થિતિમાં છે બે વર્ષ પહેલા ખાનગી કંપનીના મોબાઈલ ટાવરને આ જગ્યા પરથી ખસી જવા માટે રજૂઆત પણ થઈ હતી તેમ જ સ્થાનિક કક્ષાએ મંજૂરી ન હોવાને પગલે બિન અધિકૃત રીતે આવત શરૂ છે એક તરફ સ્થાનિકોનો વિરોધ છે બીજી તરફ સતત બે વર્ષથી વધુ સમય વિત્યા બાદ હજુ પણ કોઈપણ પ્રકારની મંજૂરી વિના ટાવર ચાલી રહ્યો છે ત્યારે આજે એક યુવક આ જ ટાવર ઉપર ચડી જતા સમગ્ર વિસ્તારમાં દોડધામ સર્જાઇ હતી સ્થાનિક ગ્રામજનોએ આ યુવકને સમજાવીને ટાવર પરથી નીચે ઉતાર્યો હતો

(10:10 pm IST)