Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ઇડરમાં ખેડૂતની નજર ચૂકવી ગઠિયો મામલતદાર કચેરી સામેથી 2.20 લાખ ભરેલ બેગ સેરવી છનનન...

ઇડર:ની મામલતદાર કચેરી સામે કારમાંથી ઉતરી મીઠાઈનો ભાવ પૂછવા ગયેલા ખેડૂતની નજર ચૂકવી રૃપિયા ૨.૨૦ લાખ સાથેની બેગની ઉઠાંતરી કરી કોઈ ગઠીયો ફરાર થઇ જતાં ખેડૂતની હાલત કફોડી થઇ ગઈ હતી. આ ખેડૂત વડાલીના હિંમતપુરથી જંતુનાશક દવા ખરીદવા ઇડર આવ્યા હતા. ઘટનાની જાણકારી બાદ આબરૃ બચાવવા ઇડર પોલીસે દોડાદોડ કરી મુકી હતી.

વડાલીના હિંમતપુર ગામે રહેતા વિષ્ણુભાઈ ધુળાભાઈ પટે નામના ખેડૂત બુધવારે બપોરે જંતુનાશક દવા ખરીદવ તથા અગાઉના કેટલાક બાકી બીલ ચુકવવા કાર લઇને ઇડરના બજારમાં આવ્યા હતા.

ઇડરમાં બેંક સહિતના કેટલાક કામ પતાવી આ ખેડૂત મામલતદાર કચેરી સામે કાર ઉભી રાખી નજીકની મીઠાઈની લારી પર ભાવ પૂછવા ગયા તે સમય દરમિયાન તકનો લાભ ઉઠાવી ગઠીયો કારનો દરવાજો ખોલી કારમાં રહેલ બેગ કે જેમાં રૃપિયા ૨,૨૦,૦૦૦ રોકડા ત્રણ બેંકોની ચેકબુક તથા જરૃરી દસ્તાવેજ હતા તે બેગની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયો હતો.

(5:02 pm IST)