Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ગુજરાત સરકારની નીરસતાનું પરિણામ : ગુજરાતે ગુમાવી ૫ મેડિકલ કોલેજ

ગુજરાતમાં પાંચ નવી મેડિકલ કોલેજ સ્થાપવા માટે ૭૫૦ કરોડ રૃપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું હતું પરંતુ ગુજરાત સરકાર કોલેજ માટે પ્રસ્તાવ મોકલવામાં નિષ્ફળ સાબિત થઇ; મેડિકલ વર્લ્ડનો પહેલો બનાવ

અમદાવાદ તા. ૨૦ : એકબાજુ ગુજરાતમાં મેડિકલ કોર્સમાં મર્યાદિત સીટ્સ છે, હોસ્પિટલ્સમાં ડોકટર્સની તંગી છે અને બીજી બાજુ CAGએ કરેલા ચોંકાવનારા ખુલાસામાં રાજય સરકારની આ સમસ્યાના નિરાકરણ લાવવા બાબતે દર્શાવવમાં આવેલી લાપરવાહી સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકા તરફથી ગુજરાતમાં પાંચ નવી મેડિકલ કોલેજ સ્થાપવા માટે ૭૫૦ કરોડ રૃપિયાનું ફંડ ફાળવવામાં આવ્યુ હતું, પરંતુ ગુજરાત સરકાર કોલેજ માટે પ્રસ્તાવ મોકલવામાં નિષ્ફળ સાબિત થઈ. ઉલ્લેખનીય છે કે અત્યારે ગુજરાતમાં મેડિકલની ૩૯૦૦ સીટ્સ છે, પરંતુ જો આ કોલેજો શરૃ થઈ ગઈ હોત તો રાજયમાં અનેક ગરીબ વિદ્યાર્થીઓને પણ મેડિકલમાં અભ્યાસ કરવાની તક મળતી.

CAG રિપોર્ટ અનુસાર, કોલેજનું લાઈસન્સ રદ્દ ન થાય તે માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(MCI)ના ઈન્સ્પેકશન પહેલા એક સરકારી મેડિકલ કોલેજના શિક્ષકોને અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને આવો બનાવ મેડિકલ એજયુકેશન વર્લ્ડમાં પહેલીવાર બન્યો છે.

CAGના રિપોર્ટ અનુસાર રાજયમાં મેડિકલ રિસર્ચને પ્રોત્સાહન આપવાની ઘણી મોટી મોટી વાતો સરકારે કરી હતી, પરંતુ મેડિકલ રિસર્ચ માટે સરાકેર ગાઈડલાઈન પણ તૈયાર નથી કરી. ૨૦૧૪થી અત્યાર સુધી રાજયએ એક પણ મેડિકલ રિસર્ચ સ્ટડીને ફંડ નથી આપ્યું.

જયારે CAGની ટીમે જામનગર અને સુરતની અમુક સિવિલ હોસ્પિટલ્સન મુલાકાત લીધી તો તેમણે જોયું કે આ હોસ્પિટલ્સમાં કેઝયુઆલિટી ડિપાર્ટમેન્ટમાં ICUની સુવિધા નથી.(૨૧.૨૬)

 

 

ગાંધી મ્યુઝીયમમાં સોવેનીયર શોપ-એટીએમ સુવિધાની દરખાસ્ત મંજુર

સાબરમતી આશ્રમની સંસ્થાને સોવેનીયર શોપનું સંચાલન સોંપાશેઃ મહિને ૧પ હજારના ભાડાથી એચડીએફસીનું એટીએમઃ મ્યુઝીયમનો સતાવાર લોગો જાહેર

રાજકોટ, તા., ૨૦: શહેરમાં આવેલ ઐતિહાસીક આલ્ફ્રેડ હાઇસ્કુલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગાંધી મ્યુઝીયમ એટલે કે મહાત્મા ગાંધી અનુભુતી કેન્દ્રનું નિર્માણ થયું છે. જેમાં ગાંધીજીના જીવનને લગત સાહિત્યના વેચાણ માટેની સોવેનીયર શોપનું સંચાલન સોંપવા તથા એટીએમની સુવિધા માટેની અરજન્ટ બીઝનેસની દરખાસ્તને સ્ટેન્ડીંગ કમીટીએ આજે મંજુર કરી હતી.

આ અંગે ચેરમેન ઉદયભાઇ કાનગડે માહીતી આપતા જણાવ્યું હતું કે, સોવેનીયર શોપ માટે અમદાવાદના સાબરમતી આશ્રમમાં  જે સંસ્થા સંચાલન સંભાળે છે તે જ સંસ્થાને રાજકોટના નવનિર્મિત ગાંધી મ્યુઝીયમનો સોવેનીયર શોપનંુ સંચાલન નફાના ૩૦ ટકાના ચાર્જ કોર્પોરેશનને આપવાની શરતે સોંપવા મંજુર કરાયેલ.

જયારે આ મ્યુઝીયમમાં એટીએમની સુવિધા માટે એચડીએફસી બેંકને રૃા.૧પ હજારના માસીક ભાડાથી જગ્યા આપવા સ્ટેન્ડીંગ કમીટીએ ઠરાવ્યું હતું.

સ્વચ્છતા અભિયાન હેઠળ રેલી

દરમિયાન કમિશ્નર બંછાનીધી પાનીએ જાહેર કર્યુ છે કે હાલમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહયું છે ત્યારે તેમાં મહાત્મા ગાંધી અનુભુતી કેન્દ્રના પ્રચાર-પ્રસાર માટે આ સ્થળ સુધી આગામી દિવસોમાં સ્વચ્છતા રેલી સહીતના આયોજનો કરાશે. (૪.૧૧)

(4:00 pm IST)