Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

કોર્ટમાં ૮ વર્ષથી મુદ્દતે હાજર ન રહેતા ગોંડલના શખ્સને ફર્લો સ્કવોડે ઝડપી લીધો

રાજકોટ તા. ૨૦ : જામનગર કોર્ટમાં ૮ વર્ષથી મુદ્દતે હાજર ન રહેતા ગોંડલના શખ્સને પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લીધો હતો.

રાજકોટ જિલ્લામાં છેલ્લા આઠ વર્ષથી ભાગતા ફરતા ઇસમ ફિરોઝભાઇ અશરફભાઇ બકાલી (રહે. વોરાકોટડા રોડ, વેજીટેબલ ધીના કારખાના પાસે, ગોંડલ) વિરૂધ્ધઙ્ગજામનગર કોર્ટ દ્વારા પકડ વોરંટ કાઢવામાં આવેલ હોય સદરહું ઇસમ છેલ્લા આઠ વર્ષથી ઉપરોકત કોર્ટમાં મુદતે હાજર રહેવામાં ભાગતો ફરતો હોય અને મુદત પર રજુ થતો ન હોય જે પકડ વોરંટની બજવણી સારૂ પેરોલ ફર્લો સ્કોડ, રાજકોટ ગ્રામ્યના વિરરાજભાઇ ધાધલને ખાનગીરાહે બાતમી મળતા ગોંડલ રેલ્વે સ્ટેશનથી આ શખ્સને પકડી પાડી ગોંડલ સીટી પો.સ્ટે.ને સોંપી ધોરણસર કાર્યવાહી કરેલ છે.(૨૧.૧૫)

(3:09 pm IST)