Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અમદાવાદમાં આગામી ૬ મહિનામાં પાર્કિંગની સમસ્યાથી છૂટકારો મળશેઃ પે અેન્ડ પોઇન્ટ ઉપર પાર્કિંગ માટે પૈસા લેવામાં સમય બગડતો હોવાથી કાર્ડ સિસ્ટમ અમલમાં મુકાશે

અમદાવાદઃ અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા માથાના દુઃખાવા સમાન છે. જો કે આગામી 6 મહિનામાં પાર્કિંગ સમસ્યા નહીં રહે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જો બધું જ પ્લાન પ્રમાણે થયું તો AMC સિટીઝન ફ્રેંડલી પાર્કિંગ પોલીસી રજૂ કરશે, જેમાં પે એન્ડ પાર્કિંગ અને ગલીઓમાં કરાતા પાર્કિંગ માટે માનવરહિત ઈલેક્ટ્રોનિક ટિકિટ સિસ્ટમ હશે. AMC દ્વારા શહેરમાં ઘણી જગ્યાએ પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાની સૌથી નડતરરૂપ બાબત છે એન્ટ્રી પોઈન્ટ પર પાર્કિંગ માટે ચૂકવાતા રૂપિયા લેવા પાછળ વેડફાતો સમય. ઈલેક્ટ્રોનિક ટિકિટિંગથી આ સમસ્યાનો નિવેડો આવશે.

એન્ટ્રી પોઈન્ટ પર પહોંચો અને કાર્ડ રીડર આગળ તમારું કાર્ડ બતાવો. કાર્ડમાંથી રૂપિયા કપાશે એટલે બેરિકેડ ખુલી જશે અને અંદર જઈ શકાશે. પાર્કિંગનું પેમેન્ટ કરવા માટે તમે તમારા ડેબિટ કાર્ડ, AMCએ જારી કરેલા જનમિત્ર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. ઈલેક્ટ્રોનિક ટિકિટિંગ ઉપરાંત પાર્કિંગ લોટમાં ઓટોમેટિક ટિકિટ ડિસપેન્સર પણ હશે જ્યાંથી લોકો QR કોડવાળી ટિકિટ ખરીદી શકશે. આ ટિકિટ બતાવવાથી પણ બેરિકેડ ખુલી જશે.

આ સિસ્ટમથી પાર્કિંગ પાછળ વેડફાતો સમય ઘટશે સાથે જ લાંબા સમયથી મળતી ઓવરચાર્જિંગની ફરિયાદનો પણ ઉકેલ આવશે. પાઈલટ પ્રોજેક્ટ તરીકે આ સિસ્ટમ પશ્ચિમ અને નવા પશ્ચિમ વિસ્તારના પે એન્ડ પાર્ક અને મલ્ટી લેવલ પાર્કિગમાં શરૂ કરાશે. ધીમે ધીમે શહેરના દરેક પે એન્ડ પાર્કમાં આ સિસ્ટમ લાગુ કરાશે. AMCના સ્માર્ટ સિટી પ્રોજેક્ટના DyMC રાકેશ શંકરે કહ્યું કે, “AMC ટેક્નોલોજીની મદદથી સિટીઝન ફ્રેંડલી પાર્કિંગ સિસ્ટમ વિકસાવી રહી છે.”

રોડ પર પાર્કિંગ માટેની જગ્યા આપવી સૌથી મોટો પડકાર છે. આ માટે AMC ઓન-સ્ટ્રીટ પાર્કિંગનું સુવિધા વિકસાવવાનું આયોજન કરી રહી છે. આ માટે સર્વે પણ ચાલુ છે. જ્યાં ટ્રાફિક ઓછો હોય તેવા સ્થળોએ પાર્કિંગ આપવામાં આવશે. મુખ્ય રોડની સાથે અંદરના રોડમાં પણ પાર્કિંગની સુવિધા અપાશે. જો કે ચાર રસ્તાની આસપાસના 100 મીટર વિસ્તારમાં પાર્કિંગ નહીં હોય.

AMCએ પાઈલટ પ્રોજેક્ટ માટે એક એપ ડેવલપ કરી છે જે અમુક સ્પોટ પર મૂકાયેલા સેન્સર સાથે સિન્ક કરાઈ છે. એપમાં સમગ્ર શહેરને આવરી લેવાનો પ્લાન પણ છે. આના માટે પાર્કિંગની સુવિધા હોય ત્યાં રેમ્પ બનાવાશે સાથે જ સેન્સર પણ લગાવાશે. આ સેન્સરની મદદથી એપ પર જે-તે સ્પોટ પર પાર્કિંગની જગ્યા ખાલી છે કે નહિ તેની રિયલ ટાઈમ માહિતી મળશે.

સુભાષબ્રિજ પાસે રહેતા અને સામાન્ય રીતે કારમાં જતા વિદ્યાર્થી જિગર ચૌધરીએ જણાવ્યું કે, “AMC આ સિસ્ટમ શરૂ તો કરશે પણ કેટલા ટાઈમ સુધી ટકશે તે સવાલ છે. આખરે આ સમયનો બગાડ છે.” ટુ-વ્હીલર લઈને જતા વિદ્યાર્થી જયમલ દેસાઈના મતે, માનરહિત પાર્કિંગની AMCની યોજના સારી છે. લોકોનો સમય બચશે અને અમુક સમય બાદ લેવાતો પાર્કિંગનો વધારાનો ચાર્જ પણ નહીં આપવો પડે. અન્ય એક નાગરિક ભાવના વસાવાએ કહ્યું કે, “AMCએ ઓન-સ્ટ્રીટ પાર્કિંગની સુવિધા વધારવી જોઈએ. જ્યારે વિવિધ સ્થળોએ શોપિંગ માટે જઈએ ત્યારે પાર્કિંગની માથાકૂટ થાય છે.

(5:30 pm IST)
  • અંબાજીથી દર્શન કરી પરત આવતા ટેમ્પોમાં મોડાસાના ઝાલોદર પાસે પદયાત્રીઓના જનરેટર બ્લાસ્ટમાં થતા ૧પ થી વધુ પદયાત્રીઓ દાજયા : આ યાત્રીકો અંબાજી મહીસાગર જતા હતા ચાલુ ટેમ્પોએ પદયાત્રીઓ ટેમ્પોમાંથી કૂદયાઃ ઘાયલોને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા access_time 1:37 pm IST

  • ગૃહનું સત્ર પૂર્ણ થતા જ ખેડૂતોને સરકાર પાસે રાહતની આશા સરકાર ટેકાના ભાવની ખરીદી કે ખેડૂતોના દેવા મુદ્દે જાહેરાત કરે તેના પર નજર access_time 3:19 pm IST

  • સુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST