Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

શામળાજી હાઇવે પર 34.28 લાખના દારૂના કન્ટેનર સાથે બેની અટકાયત

મોડાસા:નેશનલ હાઈવેના શામળાજી હદ વિસ્તારમાં આવેલા જુદાજુદા બે સ્થળોએ થી રૂ.૩૪.૨૮ લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ૩ આરોપીઓ ઝડપાયા હતા.જયારે પોલીસે બે ગુનામાં ટ્રક કેન્ટેઈનરોમાંથી ઝડપી પાડેલા ૯૯૨૪ બોટલો સહિત રૂ.૫૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી શામળાજી પોલીસ સ્ટેશનના હવાલે કરાયો હતો.

ગત શુક્રવારની રાત્રે ગાંધીનગર રેન્જની આરઆરસેલની ટીમ દ્વારા નેશનલ હાઈવેના મેરાવાડા નજીક નાકાબંધી કરાઈ હતી.દરમ્યાન રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલ ટ્રક કન્ટેઈનરને અટકાવી ચેકીંગ કરાતાં પ્લાસ્ટીક દાણા ભરેલા બેગોની આડમાંથી વિદેશી દારૂની ૭૯ પેટીઓ મળી આવી હતી.આરઆરસેલ દ્વારા રૂ.૩,૭૯,૨૦૦ ની કિંમતની ૯૪૮ બોટલો સાથે ઝડપાયેલ ટ્રક ચાલક મુર્શેદ શેરમહંમદ મેવ રહે.નાવલી પોસ્ટ,મદની ખેરા,તા. ફિરોજપુર (હરીયાણા)ને હવાલાતે કરી દેવાયો હતો.

જયારે આ ગુનાના મદદગાર આરોપી નરેશ પહેલવાન રહે.ગુંડગાંવ(હરીયાણા)સહિત બંને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી રૂ.૧૩,૮૦,૨૦૦ નો મુદ્દામાલ શામળાજી પોલીસને હવાલે કરી દેવાયો હતો.

(5:22 pm IST)