Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગાંધીનગર સે-25માં તસ્કરોએ ડેપ્યુટી કલેક્ટરના મકાનમાંથી 75 હજારની મતાનો હાથફેરો કર્યો

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો ફરી શરૂ થયા છે ત્યારે શહેરના સે-રપમાં આવેલી સુર્યનારાયણ સોસાયટીમાં નડીયાદના ડેપ્યુટી કલેકટરના મકાનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો હતો અને રોકડ તેમજ દાગીના મળી ૭૫ હજારની મત્તા ચોરી લીધી હતી. 
જે સંદર્ભે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૂ કરી છે. રાત્રી પેટ્રોલીંગ વધાર્યા બાદ પણ તસ્કર ટોળકી સક્રિય રહેતાં પોલીસની કામગીરી ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે. 

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં સતત વધારો નોંધાતા પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવીને ઈ-બીટ પેટ્રોલીંગ શરૂ કરાયું હતું જેમાં નિયત રૂટ ઉપર પોલીસ જવાનોએ પેટ્રોલીંગ કરવાનું હોય છે તેમ છતાં શહેરમાં ઘરફોડ ચોરીઓ અટકવાનું નામ લેતી નથી. 

(5:21 pm IST)