Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

વડોદરા: લંડનની અદાલતમાં ખોટું સર્ટિફિકેટ રજૂ કરનાર મહિલા વિરુદ્ધ ઠગાઇનો ગુનો દાખલ

વડોદરા:લંડનની કોર્ટમાં દંપતી વચ્ચે ચાલતા કેસમાં પુરાવા તરીકે રજૂ કરવા  મહિલાએ શિનોર તાલુકાના માંજરોલ તેમજ અવાખલ ગામમાંથી બોગસ લગ્નનું સર્ટિફિકેટ કઢાવવા ઉપરાંત સાસરીના રેશનકાર્ડમાં પણ બોગસ દસ્તાવેજોના આધારે નામ દાખલ કરાવ્યું હોવાની વિગતોનો પર્દાફાશ થતા ખોટા પુરાવાઓ ઉભા કરનાર લંડન ખાતે રહેતી મહિલાના  બનેવી  સામે ઠગાઇનો ગુનો નોધાયો છે.

શિનોર તાલુકાના માંજરોલ ગામના મૂળ વતની પરંતુ હાલ ઘડિયાળીપોળની વિરાશાની પોળમાં રહેતા મહેન્દ્ર જવાહરભાઇ પટેલે શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમે બે ભાઇ છે જેમાં મોટો ભાઇ સંજય છ,ે જેના લગ્ન ડભોઇ તાલુકાના પીસઇ ગામના રમણ બેચરભાઇ પટેલની પુત્રી શીલા સાથે તા.૨૩ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ થયા હતાં અને લગ્નનું રજિસ્ટેશન વડોદરાની અકોટા સબ રજિસ્ટ્રેશન કચેરીમાં થયું હતું. લગ્ન બાદ સંજયભાઇ અને શીલા બંને વર્ષ ૨૦૦૫થી લંડન જઇને સ્થાયી થઇ ગયા છે.

(5:21 pm IST)