Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક: કોન્સ્ટેબલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થતા અરેરાટી

અમદાવાદ:માં આસામાજિક તત્વોને પોલીસનો ડર ના રહ્યો હોય તેમ જાહેરમાં પોલીસ સાથે મારામારી કરી રહ્યા છે. રાણીપમાં જાહેરમાં કોન્સ્ટેબલને મારમારીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. એક્ટિવા પર પત્નીને બેસાડીને જઇ રહેલા કોન્સ્ટેબલને ગાળો બોલીને અજાણ્યા ત્રણ શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું.

આ કેસની વિગત એવી છે, કે રાણીપમાં કાશીબા રોડ પર દિનેશપાર્ક સોસાયટીમાં રહેતા અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા સંજયભાઇ ઠાકોર ગઇકાલે રાત્રે પોતાની પત્નીને બેસાડીને સુભાષબ્રિજ તરફથી ઘેર આવી રહ્યા હતા આ સમયે દંપતિ રાણીપમાં કાશીબા રોડ પરથી પાસેથી પસાર થતા હતા. હતા, જ્યાં એક્ટિવા સાઇડમાં કરીને કોન્સ્ટેબલ ફોન પર વાત કરી રહ્યા હતા, આ સમયે બાઇક પર આવેલા ત્રણ શખ્સો કોન્સ્ટેબલને ગાળો બોલવા લાગ્યા હતા.

(5:20 pm IST)