Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કઠલાલ પોલીસે ઘોઘાવાડામાં દરોડા પાડી 12 શખ્સોને 1.14 લાખની મતા ઝડપી

કઠલાલ:પોલીસે ઘોઘાવાડા ગામે દરોડો પાડી જુગાર રમતા બાર ઈસમનો જુગાર રમવાના સાધનો તથા રોકડા ૧,૧૪,૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
કઠલાલ પોલીસે મળેલ માહિતી આધારે ઘોઘાવાડા દૂઘ મંડળી પાસે રામદેવ મંદિર સામે રહેતા રમેશભાઈ અર્જુનભાઈ પરમારના રહેણાંક મકાનમાં દરોડો પાડતા પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા ૧૨ ઈસમો ઝડપાયા હતા. જેમાં સુરસંગ બારૈયા, ધીરુભાઈ મોહનભાઈ ભોઈ, ભીખાભાઈ નટવરભાઈ પરમાર, કિરણભાઈ પટેલ, દિનેશભાઈ પરમાર, મહેન્દ્રકુમાર સુંદરભાઈ બારૈયા, ભરત કાંતી પરમાર, જશુભાઈ ઈશ્વરભાઈ હરિજન, હિમંંત પુનમભાઈ ભોઈ, સામંત કનુભાઈ પરમાર, ભગવાન છોટાભાઈ પરમાર તથા રમેશભાઈ અર્જુનભાઈ પરમાર ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, પત્તા પાના દાવ ઉપરથી રૂપિયા ૨૮૦૦ અંગજડતીમાં ૧,૧૨,૧૦૦ મળી કુલ રૂપિયા ૧,૧૪,૯૦૦ રોકડા કબજે કર્યા હતા. 

(5:20 pm IST)