Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ખેડા પોલીસે રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમ્યાન નડિયાદના બુટલેગરને ચોરીની કાર સાથે ઝડપ્યો

ખેડા: પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગ દરમ્યાન નડિયાદના લીસ્ટેડ બુટલેગરને ચોરી કરેલ મારૂતી સાથે ઝડપી પાડ્યો હતો. 
પોલીસ સૂત્રમાંથી મળેલ વિગત મુજબ એલસીબી ખેડાની ટીમે નાઈટ પેટ્રોલીંગમાં પશ્ચિમ વિસ્તારમાં નીકળી હતી. આ દરમ્યાન લીસ્ટેડ બુટલેગરો હર્ષદભાઈ રાવજીભાઈ તળપદા (રે. સુંદરકુઈ નડિયાદ), અલ્પેશ રાવજીભાઈ તળપદા (રે. સુંદરકુઈ), સચીન ઉર્ફે અસલો અંબુભાઈ ઠાકોર (રે. માખણપુરા, નડિયાદ), ઈકબાલ ઉર્ફે મુન્નો બચુખાન પઠાણ (રે. શ્રીરંગ સોસાયટી, પીજ રોડ, નડિયાદ) તથા અગાઉ હથિયારના ગુનામાં પકડાયેલ વિરલ વિનોદચંદ્ર પરીખ (રે. પાર્વતી નગર, નડિયાદ)ના રહેઠાણે તપાસ કરતા ઈકબાલ ઉર્ફે મુન્નો સિવાય અન્ય ઈસમો ઘરે મળી આવ્યા હતા. જેથી એલસીબી પોલીસે પીજ રોડ ઉપર તપાસ કરતા સોસાયટીની બહાર રસ્તા ઉપરથી મારૂતી કાર નં. જીજે ૦૧ એચએમ ૪૧૧૫માં ઘરે જતો ઈકબાલ ઉર્ફે મુન્ના બચુ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. આ ગાડીના કાગળો માંગતા મળી આવતા ઈકબાલ ઉર્ફે મુન્નાએ ચોરી કે છળકપટથી મારૂતીકાર મેળવી હોવાની શંકા છે. આ આરોપી સામે અગાઉ વિદેશી દારૂ તથા જુગારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 

(5:20 pm IST)