Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કપડવંજ પોલીસે ગાડિયારા સીમમાં દરોડા પાડી 5 શખ્સોને 42 હજારની મતા સાથે દબોચ્યા

કપડવંજ: રૂરલ પોલીસે ગાડીયારા સીમમાં દરોડો પાડી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બાઈકો, એક્ટિવા તેમજ રોકડા મળી કુલ રૂ. ૨,૪૭,૭૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કપડવંજ રૂરલ પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન માહિતી મળેલ કે ગાડીયારામાં રહેતા અજયસિંહ મનુભાઈ બિહોલાના ખેતરમાં જુગાર રમાય છે. જેથી પોલીસે રેઈડ કરતા પત્તા પાનાનો જુગાર રમતા અજય બારૈયા, ભરત બંસીભાઈ લાલવાદની, મેલાભાઈ બુધાભાઈ પરમાર તથા ગોપાલભાઈ દયારામ ગોપલાણી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી અંગજડતીમાં રૂ. ૩૩,૭૮૦, દાવ ઉપરથી રૂ. ૮,૭૦૦, મોબાઈલ રૂ. ૧૩૦૦ તથા વાહનોની કિંમત રૂ. ૨૦૪૦૦૦ મળી કુલ ૨,૪૭,૭૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
આ બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:19 pm IST)