Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

આણંદ જિલ્લામાં 24 કલાકમાં પોલીસે 4 સ્થળેથી દરોડા પાડી 27 લાખના દારૂની અટકાયત કરી

આણંદ: જિલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ચાર સ્થળોએ પોલીસના દરોડામાં ર૭ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. 
આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાય સમયથી સક્રિય વિદેશી દારૂના બુટલેગરો દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ, દમણ, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી મોટાપાયે વિદેશી દારૂ મંગાવીને હોલસેલ તેમજ છુટકમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. આરઆર સેલે ચીખોદરા ચોકડી પાસેથી ૨૦.૭૧ લાખની વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. વિદ્યાનગર પોલીસે જોળ નહેર પાસેથી ૨.૨૩ લાખનો ૬૦ પેટી બીયર ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. ડીએસપીના સ્ક્વોડ દ્વારા રાસનોલ અને કુંજરાવમાં છાપો મારીને ૨.૨૫ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો જ્યારે દેદરડા પાસે ૧.૭૨ લાખનો વિદેશી દારૂ ભરેલી કારે ત્રણ-ત્રણ વાહનોને અકસ્માત સર્જયો હતો.આખરે આ કાર દેદરડા પાસે કાદવમાં ફસાઈ જતા પકડાઈ જવા પામી હતી.

(5:17 pm IST)