Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગુજરાતમાં ૧૧૨ તાલુકાઓમાં ઝરમરથી ૩ ઈંચ વરસાદઃ ઉત્તર ગુજરાતમાં માત્ર ઝાપટા

વાપી, તા. ૨૦ :. ચોમાસાની આ સિઝનમાં મેઘરાજાએ સેકન્ડ રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી માર્યા બાદ ફરી નરમ પડતા રાજ્યના ૧૧૨ તાલુકાઓમાં   ૩ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

જે પૈકીના ૯૩ તાલુકાઓમાં તો માત્ર ૧ થી ૧૦ મી.મી. જ હળવો વરસાદ નોંધાયો છે. ઉ. ગુજરાત અને કચ્છ પંથકમાં માત્ર ઝાપટાથી જ મન મનાવવું પડયુ છે.

ફલડ્ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો.. તારાપુર ૭૩ મી.મી. આણંદ ૪૬ મી.મી., પેટલાદ ૩૫ મી.મી., વિજયનગર ૨૨ મી.મી., ખેડા ૧૬ મી.મી., કપરાડા ૧૬ મી.મી., મોરવા હડફ ૧૫ મી.મી., અમદાવાદ સીટી ૧૪ મી.મી., વધઈ ૧૩ મી.મી., બાપડ અને વાપી માત્ર ૧૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આ સિવાય રાજ્યના અન્ય ૯૩ તાલુકાઓમાં માત્ર ૧ થી ૧૦ મી.મી. હળવો વરસાદ નોંધાયેલ છે. આ લખાઈ રહ્યુ છે ત્યારે એટલે કે સવારે ૯.૩૦ કલાકે દ. ગુજરાતના કેટલાક વિસ્તારોમા મેઘરાજાએ ડોળ કર્યો છે.

(3:51 pm IST)