Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સુરતમાં તોડફોડ અને આગ ચંપી બાદ રાયોટીંગના બે ગુના નોંધાયા : BRTS રૂટ બંધ

અમદાવાદમાં હાર્દિક પટેલ અને સુરતમાં પાસ અગ્રણી અલ્પેશ કથીરિયાની ધરપકડ બાદ : વરાછા, કાપોદ્રા, સરથાળા, યોગી ચોક, પુણા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત

રાજકોટ તા. ૨૦ : સુરતમાં ગઇકાલે થયેલી તોડફોડ અને આગના બનાવ બાદ પોલીસે રાયોટીંગના ગુના નોંધ્યા છે.

અમદાવાદમાં પાસના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાની વર્ષ ૨૦૧૫દ્ગક્ન રાજદ્રોહ ના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે પાસના કાર્યકરો ભડકી ઉઠ્યા હતા. બીઆરટીએસ ડેપોમાં તોડફોડ અને બીઆરટીએસ બસમાં નુકસાન કરવામાં આવ્યું જેથી વાતાવરણ તંગ બની ગયું હતું. સરથાણા પોલીસ દ્વારા ટોળાં સામે રાયોટિંગના બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. જયારે પાટીદાર વિસ્તારમાં સિટી બસ અને બીઆરટીએસ બંધ કરી દેવામાં આવી છે. અને એસટી રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સતત પાટીદાર વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાની વર્ષ ૨૦૧૫ના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે ૧૦.૩૦ વાગે કાપોદ્રા શ્યામધામચોક સ્થિત બીઆરટીસ બસ ડેપો પર ટોળા ઘૂસી ગયા હતા. જયાં બસ પર પથ્થરમારો કરીને તોડફોડ શરૂ કરી હતી. જેથી બીઆરટીએસ બસને નુકશાન નહીં થાય તે માટે સલામત સ્થળે લઇ જવામાં આવી રહી હતી ત્યારેનજીકમાં જ રસ્તામાં બસ રોકી આગ ચાંપી દેવામાં આવી હતી. પુણા સીમાડા રોડ પર મહાલક્ષ્મી સોસાયટી પાસે એક કારને અટકાવીને કાચ તોડી નાંખ્યા હતા. યોગીચોકમાં ઠેરઠેર રસ્તા પર ટાયર સળગાવી વિરોધ કર્યો હતો. મામલો તંગ બનતા વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગીચોક, પુણા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. પોલીસે આ વિસ્તારમાં સતત પેટ્રોંલિંગ શરૂ છે. અને સરથાણા પોલીસ દ્વારા ટોળાં સામે રાયોટિંગના બે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં સરકારી સંપતિને નુકસાનને લઈને ગુના નોંધવામાં આવ્યો છે.

(3:46 pm IST)