Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ચાતુર્માસ પર્વે કથાની પૂર્ણાહુતિ પ્રસંગે સિવણ સંચા તથા હાથલારીનું વિતરણ કરાયું

ગુજરાતની કલાનગરી અને સાંસ્કૃતિક નગરી વડોદરા શહેરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી મુક્તજીવન સ્વામીબાપા માર્ગ(હરણી રોડ) માં ચતુર્માસ - શ્રાવણ માસમાં હિંડોળા પર્વ તથા શ્રી મુક્તજીવન સ્વામી બાપા વિરચિત "સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર" સંસ્કૃત ગ્રંથની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચદિનાત્મક કથાની પૂર્ણાહુતિ બાદ ૭૬ સિલાઈ મશીન તથા હાથલારીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌજન્ય શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત શ્રી વિશ્રામભાઇ જાદવા વરસાણી પરિવાર તરફથી જરૂરીયાત મંદ, વિધવા  અને ત્યકતા બહેનોને સિલાઇના સંચા આપવામાં આવ્યા હતા. તેમજ હાથલારીનું પણ વિતરણ કરાયું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદીના મહંત સદગુરુ શ્રી ભગવત્ પ્રિયદાસજી સ્વામી, વડોદરાના મહંત શ્રી નિત્ય પ્રકાશદાસજી સ્વામી, શ્રી હરિકેશવદાસજી સ્વામી, શ્રી જે. બી સોલંકી સાહેબ, નયનાબહેન વગેરેની ઉપસ્થિતિમાં આ સેવાકીય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. કથામૃતનું પાન શાસ્ત્રી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું.આ અવસરે અસંખ્ય હરિભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગઇ કાલે નોર્થ પશ્ર્ચિમ બાય ઓફ બેંગાલ વિસ્તાર માં યુ.એ.સી થયેલ જે મજબુત બની ને લો પ્રેસર માં ફેરવાયું છે.આગામી 24કલાક માં વધુ મજબુત ની વેલમાર્કેડ થશે.તેથી પણ વધુ મજબુત થઇ શકે છે. 

   આગલી આગાહી જણાવ્યા મુજબ રાજ્ય ના મોટા ભાગ ના વિસ્તારો માં વરસાદ નો રાઉન્ડ આવી ગયો.માત્ર સૌરાષ્ટ્ર ના પાંચ જીલ્લા માં વરસાદ એક્ટીવીટી જોવા મળી નથી.હમેશાં સિસ્ટમ ના દક્ષિણ પશ્ર્ચિમ માં વરસાદ પડતો હોય છે.પણ dt.17 માં સિસ્ટમ ગુજરાત નજીક આવી ને(જેટ સ્ટ્રીમ પવન ને હીસાબે) ઉતર દિશા પકડતા સિસ્ટમ ની ઉતર પશ્રિમ માં વરસાદ ડાઇવર્ટ થયો.જે સીસ્ટમ ના મુળ નિયમ થી વિરુધ્ધ વરસાદ થતા સૌરાષ્ટ્ર ના પાંચ જીલ્લા માં એકટીવીટી ઓછી જોવા મળી.હજુdt.24 સુધી કોઇ કોઇ દિવસે રાજ્યના છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા કે હળવો કે ક્યાક મધ્યમ વરસાદ જોવા મળશે.

 સાર્વત્રિક વરસાદ એટલે 80% થી 100%વિસ્તાર માં વરસાદ પડવો જોઇએ.

  નોંધ.હવામાન અંગે imd ની સુચના નું પાલન કરવું.

 

(12:34 pm IST)