Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ન્યાયતંત્ર વર્ગ-૩ ના કર્મચારીઓના ખાતાકીય પ્રશ્નો અંગે ફેડરેશન ની બેઠક મળી

ગુજરાત હોઇકોર્ટના ચીફ જસ્ટીસશ્રીને રજુઆત કરાશે

રાજકોટ તા ૨૦ : ન્યાયતંત્ર વર્ગ-૩ ના કર્માચારીઓની નિમણુંકના નવા નિયમોથી ઉદ્ભવતા પશ્નો અને ઇકવલ પે, ઇકવલ પોસ્ટ એન્ડ ઇકવલ સર્વિસ કન્ડીશનની માંગ તેમજ કર્મચારીઓને લગતા અન્ય પ્રશ્નો અંગે શુક્રવાર ન. તા. ૧૭/૦૮/૨૦૧૮ ના રોજ ગુજરાત જયુડીશીયલ ડિપાર્ટમેન્ટ કલાસ-૩ એમ્પ્લોઇ ફેડરેશનની એકઝીછકયુટીવ કમિટીની અગત્યની મીટીંગ મહેસાણા ખાતે મળી હતી. જેમાં ન્યાયખાતા વર્ગ-૩ ના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટેસોમવારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસને રજુઆત કરવાનો નિર્ણય કરાયો હતો.

દેશભરમાં ન્યાયતંત્ર દર્ગ-૩ માં ફરજ બજાવતા કર્મચારીઓને રાજયવાર પોસ્ટ, પગાર સહિતની વિસંગતતાઓ હોવાથી કર્મચારીઓનીછ ઇકવલ પે, ઇકવલ પોસ્ટ એન્ડ ઇકવલ સર્વિસ કન્ડીશનની માંગ છે, ઉપરાંત તા. ૧૦/૦૪/૨૦૧૭ ના રોજ નિમણુંકના નવા નિયમો બનાવાયા છે તેમાં નિયમ-૨૭ મુજબ બઢતી માટેના વર્ષનો ગાળો વધતા ૭૬૦૦ પે-સ્કેલ સુધી કોઇ કર્મચારી પહોંચીજ  શકે તેવી પરિસ્થિતી પેદા થઇ હોવાથી અનુભવના વર્ષ ઓછા કરવાની માંગ છે તેમજ નિયમ -૨૮ મુજબ કર્મચારીઓની નાની ભૂલ માટે પણ તેને બચાવની તક આપ્યા વગર કે યોગ્ય રીતે સાંભળ્યા વગર જિલ્લા ફેરની બોલી થતાં ણૂંકા પગાર ધોરણમાં કર્મચારીઓની મુશ્કેલીઓમાં ઉતરોતર વધારો થાય છે.

આ નિયમમાં સુધારો કરવાની માંગ સહિત પડતર પ્રશ્નો મુદ્ે ચચા-વિભારણાઓ કરાઇ હતી. આ બેઠકમાં AIJEC પ્રસીડન્ટ ડો. શકીલ મોઇન, જનરલ સેક્રેટરી બી.લક્ષ્મારેડી, ગુજરાત રાજય ફેડરેશનના પ્રેસીડન્ટ રાજુભાઇ બ્રહમબટ્ટ, રાજય ફેડરેશનના જોઇન્ટ પ્રેસીડન્ટ અને રાજકોટ જિલ્લા મંડળના વાઇસ પ્રેસીડન્ટ ધૃગુરાનસિંશ જાડેજા, રાજય ફેડરેશનના વાળસ પ્રેસીડન્ટ અને રાજકોટ જિલ્લા મંડળના પ્રેસીડન્ટ ધર્મેશભાઇ મહેતા, ાજય .ેડરેશન તથા રાજકોટ જિલ્લા મંડળના શોદેદારો પ્રેમલભાઇ ગણાત્રા, આનંદભાઇ રાઠોડ, દિગ્નેશભાઇ ભટ્ટ, પરેશભાઇ ઠાકર, વિપુલભાઇ ભૂત, રોહિતભાઇ રાવલ, રવિભાઇ સોલંકી, પ્રશાંતભાઇ ભાલારા તેમજ મહેસાણા જિલ્લા મંડળના પ્રમુખ અભયભાઇ દેસાઇ, ગુજરાત ફેડરેશનના સેક્રેટરી આશિષભાઇ કુહાડીયા તથા અન્ય રાજયોના હોદેદારો, સહિતના હોદેદારો અને રાજયભરમાંથી સદ્સ્યો બહોળી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહયા હતા.

 

(11:39 am IST)