Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

બીટકોઈન કૌભાંડના આરોપી દિવ્યેશ દરજીના 28મી સુધીના રિમાન્ડ મંજુર

સુરત :બીટકોઈન કૌભાંડ મામલે સુરત સીઆઇડી ક્રાઇમની ટીમએ ફરિયાદ પ્રમાણે બીજા નંબરના આરોપી દિવ્યેશ દરજીને દુબઈથી દિલ્હી આવતી વખતે દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો અને આજે સુરત ચીફ કોર્ટમાં હાજર કરાયો હતો જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી 28 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે

   એવું કહેવાય છે કે દિવ્યેશ દરજીએ બિટકોઈન મામલામાં પ્રમોટર તરીકેની ભૂમિકા ભજવતો હતો. બીટકોઈનને પ્રમોટ કરવાનું કામ દિવ્યેશ કરતો હતો.સીઆઇડી ક્રાઇમ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં પ્રથમ ક્રમે સતીશ કુંભાણી અને બીજા ક્રમે દિવ્યેશ દરજીને આરોપી બનાવવામાં આવ્યા છે. ત્યારે આ કેસ થયાના તુરંત જ દિવ્યેશ દરજી દુબઈ ફરાર થઈ ગયો હતો.

(9:07 am IST)