Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સુરતમાં બીઆરટીએસ બસને આગ લગાડાઇ :સ્ટેન્ડમાં તોડફોડ :જાહેર રોડ પર ટાયરો સળગાવ્યા :અજંપાભરી સ્થિતિ

સુરતમાં હાર્દિક પટેલની અટકાયત બાદ પાટીદારોમાં જબરો રોષ ફેલાયો હતો ત્યારબાદ સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની ત્રણ વર્ષ જુના કેસમાં ધરપકડ કરતા આ તકનો લાભ લેવા કેટલાક અસામાજિક તત્વો મેદાને પડ્યા છે અજાણ્યો શખ્સોએ બે બીઆરટીએસ બસો અને બસ સ્ટેશન પર તોડફોડ કરી હતી અને એક બીઆરટીએસ બસને આગ લગાડી દીધી હતી. જાહેર માર્ગો ઉપર પણ ટાયરો સળગાવવામાં આવ્યા હતા.પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

    સુરતના યોગીચોક, પુણા અને સરથાણા વિસ્તારમાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.આ ઘટનાને કારણે  સુરતમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે

     અજાણ્યા અસામાજીક તત્વોએ એક બીઆરટીએસ બસને આગને હવાલે કરી દીધી છે. યોગીનગર વિસ્તારમાં બસને આલ લગાવવામાં આવી છે.સાથે શહેરના વનમાળી વિસ્તારમાં BRTS સ્ટેન્ડમાં તોડફોડની ઘટના સામે આવી છે. પૂણા સીમાડા રોડ વિસ્તારમાં આવેલ વનમાળી BRTS સ્ટેન્ડમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. બીઆરટીએસ સ્ટેન્ડ પર તોડફોડ કરાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. 

(9:07 am IST)