Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

આંદોલન ચાલુ જ રહેશે :જમીન મુક્ત હાર્દિક પટેલનો હુંકાર

પોલીસ સરકારના ઈશારે કામ કરે છે :અટકાયત ખરાબ વર્તન કર્યાનો આરોપ મુકતો હાર્દિક પટેલ

અમદાવાદ : અમદાવાદમાં સવારે અટકાયત બાદ સાંજે હાર્દિક પટેલને છોડી મૂકવાની સાથે જ હાર્દિક પટેલે આક્રમક વલણ અંદાજમાં જણાવ્યું હતું કે, તેનું આંદોલન ચાલું જ રહેશે  તેના આંદોલનને મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને અમિતભાઈ  શાહ પણ રોકી શકશે નહી

  હાર્દિકે મીડિયાને પણ સલાહ આપતા કહ્યું કે, તેઓ સત્યતાની સાથે રહે અને લોકો સુધી સત્ય પહોંચાડે.

  હાર્દિકે પોલીસ પર સરકારના ઈશારે ચાલવાનો આરોપ લગાવીને જણાવ્યું કે, પોલીસે તેમની ગેરકાયદેસર રીતે અટકાયત કરી હતી, અને તેમના સાથે ખુબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. હાર્દિકે જણાવ્યું કે, તેમના સાથી અને પાસ કન્વિનર મનોજ ભાઈ સાથે પોલીસે ઝપાઝપી કરીને તેમને માં-બેહેનો સામે અપશબ્દો બોલ્યા હતા.
   હાર્દિક પટેલે કહ્યું કે, સંવિધાન પણ ઉપવાસ પર બેસીને વિરોધ કરવાની રજા આપે છે, તે ઉપરાંત સુપ્રિમ કોર્ટના આદેશને યાદ કરાવતા તેને કહ્યું કે, સુપ્રિમ કોર્ટે રામલીલામાં ચાલતા આંદોલનને લઈને આદેશ આપ્યો હતો કે કોઈપણ વ્યક્તિ જે ઉપવાસ પર બેસીને આંદોલન કરી રહ્યો છે તેને એરેસ્ટ કરી શકાય નહી. આને લઈને પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી.

(10:38 pm IST)