Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલ માટે 6189 પદ માટે ભરતી કરાશે :ધોરણ 12 પાસ યુવક 7 સપ્ટેમ્બર સુધીમાં કરી શકશે અરજી

ગુજરાત સરકાર દ્વારા પોલીસની નોકરી કરવા ઈચ્છતા લોકો માટે કોન્સ્ટેબલ પદ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં આવેદન કરવા ઈચ્છુકોએ 7 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકશે

 પોલીસ કોન્સ્ટેબલ 6189 પદો માટે આવેદન માગવામાં આવ્યા છે. ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત સ્કૂલ કે બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 33 વર્ષની હોવી જોઈએ.

  ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, મેડિકલ ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. કોન્સ્ટેબલની પરીક્ષા માટે એપ્લાય કરતા યુવકો 7 સપ્ટેમ્બર 2018 સુધીમાં એપ્લાય કરી શકે છે. એપ્લાય કરવા માટે www.ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. ભરતી માટે એપ્લાય કરનારા જનરલ/ઓબીસી ઉમેદવારો માટે 250 રૂપિયા ફીસ લેવામાં આવશે, જ્યારે SC/STના ઉમેદવારોએ કોઈ ફીસ આપવાની નહીં રહે.

(8:55 am IST)