Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કડી નજીક બંધ ફેક્ટરીમાંથી 61,32 લાખનો વિદેશી દારૂ ઝડપાયો : બુડાસણનાં લલ્લુ રબારીની ધરપકડ

કુલ ૮૪.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત :વિદેશી દારૂ ભાસરીયાનાં વિરસંગ ઠાકોરનો હોવાનું ખુલ્યું :વિરસંગ સહીત અન્ય બે શખ્શોની શોધખોળ

મહેસાણા :મહેસાણા જિલ્લામાં જાણે કે દારૂની રેલમછેલ હોય તેમ કરોડોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે કડી પોલીસે મેપ પાટીયા નજીક આવેલી બંધ કેમીકલ ફેક્ટરીમાંથી રૂપિયા ૬૧.૩૨ લાખની કિંમતનાં વિદેશી દારૂ સાથે બુડાસણનાં એક શખ્સને પકડી લીધો હતો.એક કન્ટેનર, પીકઅપ ડાલા સાથે રૂપિયા ૮૪.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરીને ઝડપાયેલાં શખ્સની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂ ભાસરીયાનાં વિરસંગ ઠાકોરનો હોવાનું ખુલતાં પોલીસે વિરસંગ ઠાકોર સહિત અન્ય બે ઈસમોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

   કડી પોલીસ સ્ટેશનનાં પીઆઈ પી.એસ.ગઢવી તેમજ સ્ટાફનાં માણસોને મળેલ બાતમીનાં આધારે શુક્રવારે મોડી રાત્રે કડી-છત્રાલ હાઈવે પર મેપ પાટીયા નજીક આવેલી ” માં ” નામની કેમીકલ ફેક્ટરીમાં રેઈડ કરી હતી.આ રેઈડ દરમિયાન પોલીસને રૂપિયા ૬૧,૩૨,૦૦૦ ની કિંમતની ૮૪૦ પેટીમાંથી ૧૩૬૦૮ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.જ્યારે સ્થળ પરથી દારૂનો જથ્થો ભરીને લાવેલ એનએલ-૦૧ એએ-૭૯૧૯ નંબરનું કન્ટેનર અને જીજે-૧૦ ટીવી-૧૫૨૨ નંબરનું પીકઅપ ડાલા સાથે બુડાસણ ગામનો લલ્લુ ગાંડા રબારી નામનો શખ્સ મળી આવ્યો હતો.

(8:47 pm IST)