Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વડોદરાના પીઆઇના પત્‍ની સ્‍વીટી પટેલ ગુમ પ્રકરણમાં પીઆઇ અજય દેસાઇને નિષ્‍ણાંત તબીબો સહિતની ફોરેન્‍સિક ટીમ દ્વારા ભાવનાત્‍મક સવાલો પુછાયા

વડોદરા: વડોદરાના પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલને ગુમ થઈને 45 દિવસથી વધુ થઈ ગયા છે. પરંતુ હજી પણ FSL SDS ટેસ્ટ, પોલીગ્રાફ અને DNA ટેસ્ટના રિપોર્ટ આપ્યા નથી. જે આ કેસમાં મોટા પુરાવા સાબિત થઈ શકે છે. તો બીજી તરફ, પીઆઈ અજય દેસાઈનો ગાંધીનગર DFS ખાતે નાર્કો ટેસ્ટ શરૂ કરાયો છે. પીઆઈ અજય દેસાઈને નિષ્ણાત ડોક્ટર્સ સહિતની ફોરેન્સિક ટીમે ભાવનાત્મક સવાલો પૂછ્યા હતા.

પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાનો મામલો પોલીસ માટે કોયડો બન્યો છે. પોલીસ આ મામલે તમામ દિશામાં તપાસના ઘોડા દોડાવી રહી છે. 45 દિવસ બાદ પણ કોઈ અતોપત્તો ન લાગતા, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વીટી પટેલ કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને ATSને સોંપી છે. સ્વીટી પટેલને શોધવા પોલીસે હવે એફએસએલનો સહારો લીધો છે. શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ઉપરાંત આવશ્યકતા અનુસાર શંકાસ્પદ લોકોના એસડીએસ, પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં સૌથી પહેલા શંકાના ઘેરામાં સ્વીટી પટેલના પતિ પીઆઈ અજય દેસાઈ છે. જેમના વિવિધ ટેસ્ટ એફએસએલ દ્વારા કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત પોલીસે દહેજમાઁથી મળેલા માનવ અવશેષોના એસડીએસ તથા પોલિગ્રાફી ટેસ્ટ કર્યાં હતા. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ પણ કર્યાં હતા. જેના રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે.

પોલીસે સ્વીટી પટેલના પૂર્વ પતિની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા હેતસ પંડ્યા સાથે પણ વાતચીત કરી છે, જે ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઈ ભાઈ છે.

(5:19 pm IST)