Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વડોદરાના ગોરવા વિસ્તારમાં સીઝ કરેલ કાર લઈને નશાની હાલતમાં ફરવા નીકળેલ રિકવરી એજન્ટને રંગે હાથે ઝડપવામાં આવ્યો

વડોદરા: શહેરનાગોરવા વિસ્તારમાં રહેતા શિવકુમાર સરોજે બેન્કમાંથી લોન પર કાર લીધી હતી.જેના હપ્તા તેઓ રેગ્યુલર ભરતા હતા.પરંતુ,કોરોનાના કારણે તેનાથી ત્રણ હપ્તા ભરી શકાયા નહતા.જેથી,ગત તા.૧૦ મી ના રોજ બેન્ક તરફથી રિકવરી એજન્ટ દ્વારા તે કાર તેના ઘરે ગોરવા જઇને સિઝ કરવામાં આવી હતી.સિઝ કરેલી કાર લઇને રાતે દારૃના નશામાં ફરવા નીકળેલા રિકવરી એજન્ટને રાતે સાડા અગિયાર વાગ્યે માંજલપુર પોલીસના સ્ટાફે ઝડપી લીધો  હતો.અને કાર કબજે લીધી હતી.

બીજીતરફ રૃપિયાની વ્યવસ્થા થતા ૧૩ મી તારીખે શિવકુમાર સરોજ બેન્કમાં જઇને બાકીના રૃપિયા ભરી આવ્યા હતા.પરંતુ,કાર તેમને મળી નહતી.ત્રણ ચાર દિવસ ધક્કા ખાધા  પછી તેમને જાણ થઇ કે તેમની સિઝ કરેલી કાર લઇને નીકળેલા રિકવરી એજન્ટ મોહસીન કડીવાલા (રહે.મરિયમ પાર્ક,તાંદલજા)ને માંજલપુર પોલીસે ઝડપી પાડી કાર કબજે લીધી છે.

શહેરમાં રિકવરી એજન્ટેા દ્વારા સિઝ કરેલી કારનો ગુનાઇત પ્રવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનો કિસ્સો બહાર આવ્યો ેછે.શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ રિકવરી એજન્ટો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાના કિસ્સા આવે છે.પરંતુ,તેમાં મોટાભાગે સમાધાન કરાવી દેવામાં આવતું  હોય તેઓની હિંમત વધી જાય છે.અને કાયદાનું ઉલ્લંઘન કરતા તેઓ ખચકાતા નથી.

(4:58 pm IST)