Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

માઉન્ટ આબુમાં સંસ્થાના વડામથકે મુલાકાત પ્રસંગે ઉદ્ગારો

ભારતીય સંસ્કૃતિની શાન વધારવા બ્રહ્માકુમારી સંગઠનના પ્રયાસો સાર્થક : સાંસદ નરહરિ અમીન

ગુજરાતના ભાજપના રાજ્યસભાના સભ્યશ્રી નરહરિ અમીને પરિવાર સાથે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના વડામથકની મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ,તા. ૨૦: રાજ્યસભાના સભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીને માઉન્ટ આબુના પ્રવાસ વખતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિદ્યાલયના મુખ્ય વહીવટી મથકની મુલાકાત લઇને ભારતીય સંસ્કૃતિની શાન વધારવા માટેના સંસ્થાના પ્રયાસોને સાર્થક ગણાવ્યા હતા.

શ્રી નરહરિ અમીને જણાવેલ કે આ સંગઠન ભારતીય સંસ્કૃતિની શાખને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડી રહ્યુ છે. સંગઠનના સ્થાપક બ્રહ્માબાબાએ આપેલ જ્ઞાન માનવ માત્રને આલોકિત કરી  શકે છે. અહીંયા ચિત્રના સ્થાન પર ચરિત્રની અને વ્યકિતના સ્થાન પર વ્યકિતગત ઉપાસના થાય છે તે અનુકરણીય છે.

સંસ્થાના મુખ્ય પ્રશાસિક બી.કે. શાશીબહેન, શિક્ષણ વિભાગના સંસ્થાના ઉપાધ્યક્ષ શીલુબેન યુવા વિભાગનો ચંદ્રિકાબેન, હોસ્પિટલ નિર્દેષક પ્રતાપ મીઠ્ઠા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:19 pm IST)