Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કોરોના બાદ હવે અમદાવાદમાં ઝાડા ઉલ્ટી અને મેલેરિયાના કેસ વધ્યા : હોસ્પિટલોમાં લાઈનો લાગી શહેરમાં ઋતુજન્ય રોગોએ આતંક ફેલાયો

શરદી-તાવ અને મેલેરિયાના કેસમાં વધારો સોલા સિવિલમાં દર્દીઓની લાંબી કતાર

અમદાવાદમાં કોરોનાની બીજી લહેર ઘણીજ ઘાતક સાબિત થઈ હતી. જોકે હાલ સંક્રમણ ઘટી ગયું છે પરંતુ હવે શહેરમાં ઋતુજન્ય રોગોએ આતંક ફેલાયો છે. જેના કારણે ફરી અમદાવાદીઓના માથે સંકટ છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ચોમાસુ શરૂ થતાની સાથેજ અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઋતુ જન્ય રોગોમાં વધારો થયો છે.

સોલા સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. લાઈન એટલી લાંબી હોય છે કે બે કલાક સુધી લોકોને રાહ જોવી પડે છે. જેના કારણે કોરોના સંક્રમણ પણ ફરી વધી શકે છે. કેસ કઢાવા માટે દર્દીઓ લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહે છે. જેના કારણે બિમાર દર્દીઓ હાલ સોલા સિવિલમાં ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે.

(1:25 pm IST)