Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સુરતમાં ઓટો રિક્ષામાં મમરાની આડમાં છુપાવીને લઇ જવાતા દારૂના જથ્થા સાથે ત્રણ ખેપિયાઓને પીસીબીએ ઝડપી પાડ્યા

સુરત:ઓટો રીક્ષામાં મમરાની ગુણની વચ્ચે છુપાવી દારૂની હેરાફેરી કરતા ત્રણ ખેપીયાને પીસીબીએ રીંગરોડ સીટી સેન્ટર બિલ્ડીંગ પાસેથી ઝડપી પાડી રીક્ષા સહિત રૂા. 70,850 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પીસીબીના હે.કો. સંતોષ સાહેબરાવ અને પો.કો શૈલેષ અશ્વીનને મળેલી બાતમીના આધારે રીંગરોડ સ્થિત સીટી સેન્ટર બિલ્ડીંગ નજીક અમદાવાદી તવાફ્રાય પાસેથી પસાર થતી ઓટો રીક્ષા નં. જીજે-5એક્સએક્સ-5237 ને અટકાવી તેની તલાશી લીધી હતી. જે અંતર્ગત મમરાની ગુણમાંથી વાસ આવી રહી હોવાથી તે ખોલીને ચેક કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડનો દારૂ અને બીયરનો જથ્થો કિંમત રૂા. 36,850 નો મળી આવ્યો હતો. પોલીસે ઐયુબ ઇમરાન શેખ (.. 32) અને ઇરફાન ખાલીદ પઠાણ (.. 29 બંન્ને રહે. એસએમસી આવાસ, ડોક્ટર પાર્ક પાસે, જહાંગીરપુરા) અને આલોકકુમાર બબલુબહાલ શાહુ (.. 26 રહે. શીવનગર, સચિન) ને ઝડપી પાડી તેમની પાસેથી 3 નંગ મોબાઇલ ફોન અને રીક્ષા સહિત કુલ રૂા. 70,850નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે ત્રણેયની હાથ ધરેલી પુછપરછમાં મોહસીન નામના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દમણથી આવતી ટ્રકમાં મમરાની ગુણમાં છુપાવી દારૂ લાવવામાં આવી રહ્યો છે અને હાઇવે પર ઉતર્યા બાદ ત્યાંથી ઓટો રીક્ષા કે અન્ય વાહન મારફતે સુરતમાં દારૂ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

(5:40 pm IST)