Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ;લાંબા વિરામ બાદ મેઘરાજાએ માહેર કરતા ખુશીનો માહોલ

 

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.છેલ્લા  15 દિવસના વિરામ બાદ મેધરાજાએ મહેર કરી છે. મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ વરસતા ધૂળની ડમરીઓ ઉડતી બંધ થઇ હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરતા આગઝરતી ગરમીમાંથી લોકોને રાહત મળી છે

(10:38 pm IST)
  • બનાસકાંઠામાં ફરી તીડનું આક્રમણ : ફળદુ સ્થળ પર જવા રવાના થયાઃ ૧૫ દિ'માં બીજી વખત તીડ ત્રાટકયાઃ પાકિસ્તાન સરહદેથી તીડના ટોળા આવી રહ્યા છેઃ પાકિસ્તાનનો હાથઃ ગુજરાતને ત્રસ્ત કરી રહ્યાનો દાવોઃ ૧ તીડ ૧૦ હજાર ઈંડા આપે છેઃ રણ વિસ્તારમાં મોટું નુકશાન સર્જાવાનો ભય access_time 1:09 pm IST

  • ધોની હજુ ધમાલ મચાવવા સજજઃ ધોનીના મેનેજરે કહ્યું નિવૃત્તિનો કોઈ ઈરાદો નથીઃ સંપૂર્ણફિટ છે : અરૂણ પાંડેએ કહ્યું માહીનું ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું કોઈ જ આયોજન નથી access_time 2:37 pm IST

  • શ્રાવણના દરેક સોમવારે તાજમહેલમાં શિવસૈનિકો આરતી ઉતારશે : સિકયુરીટી વધારી દીધી : શિવસેનાએ જાહેર કર્યુ છે કે આગામી ૨જી ઓગષ્ટથી શરૂ થઈ રહેલ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે ઉ.પ્ર.ના જગપ્રસિદ્ધ તાજમહેલમાં શિવસૈનિકો આરતી કરશેઃ આ જાહેરાતના પગલે તાજમહેલ ફરતી સિકયોરીટી વધારી દેવામાં આવી છેઃ શિવસૈનિકો આરતી કરવામાં સફળ રહેશે તો મોટી ધમાલ સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે access_time 1:08 pm IST