Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ફાર્મા-હેલ્થકેર કંપની દ્વારા નોંધનીય લીઝિંગ કામગીરી

રિયલ્ટી બજારના મહત્વના તારણો

અમદાવાદ, તા.૨૦ : ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની સીબીઆરઇ સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડે તેના લેટેસ્ટ ઇન્ડિયા ઓફિસ માર્કેટવ્યૂ - કયુ ૨, ૨૦૧૯ રિપોર્ટનાં તારણોની જાહેરાત કરી હતી. સીબીઆરઇ રિપોર્ટ મુજબ,  ખાસ કરીને ફાર્માસ્યુટીકલ્સ અને હેલ્થ કેર કંપનીઓની નોંધનીય લીઝિંગ કામગીરી સામે આવી છે. જેમાં પણ ટેક કોર્પોરેટ અને ફકેલ્કિબ્લ સ્પેસ ઓપરેટર્સની સારી ભૂમિકા નોંધાઇ છે. જેને પગલે બજારમાં પણ સારા સંકેતોની આશા જન્મી છે.  બીજીબાજુ, એસબીડી (સેકન્ડરી બિઝનેસ ડિસ્ટ્રિક્ટ)માં પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે તમામ માઇક્રો-માર્કેટમાં ભાડાનાં દર સ્થિર જળવાઈ રહ્યાં છે.           આ મહત્વના તારણો અંગે સીબીઆરઇ સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડનાં એડવાઇઝરી એન્ડ ટ્રાન્ઝેક્શન સર્વિસીસનાં સીનિયર જનરલ મેનેજર વિપુલ લોઢાએ જણાવ્યું હતું કે, સેકન્ડરી બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (એસબીડી)માં કામગીરી માટે મુખ્યત્વે સ્પેસનો ઉપયોગ મુખ્ય પરિબળ હતું, ત્યારબાદ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (સીબીડી)માં મીઠાખળીનું સ્થાન છે અને લીઝિંગ મુખ્યત્વે ફાર્મા-હેલ્થકેર કંપનીઓ દ્વારા સંચાલિત હતું, ત્યારબાદ એમાં ટેક અને ફ્લેક્સિબલ ઓપરેટર્સે સારો ફાળો આપ્યો છે.

         તાજેતરમાં પૂર્ણ થયેલા ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ ડેવલપમેન્ટમાં સ્પેસની નોંધપાત્ર ઉપલબ્ધતાનાં કારણે મુખ્યત્વે ભાડાપટ્ટાની જગ્યાનો ઉપયોગ વધ્યો છે. સીબીઆરઇ સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડનાં ભારતમાં એડવાઇઝરી એન્ડ ટ્રાન્ઝેક્શન સર્વિસીસનાં મેનેજિંગ ડાયરેક્ટર રામ ચંદનાનીએ કહ્યું હતું કે, સ્પેશ્યલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (એસબીડી)માં વસ્ત્રાપુર અને ઓફ એસ જી હાઇવેમાં મુખ્યત્વે મીડિયમ સાઇઝ નોન-આઇટી અને મિક્સ્ડ-યુઝ ડેવલપમેન્ટનાં આઠ નાનાં સ્વરૂપમાં પુરવઠોમાં વધારો જોવા મળ્યો છે. બજારનાં સંકેતો વર્ષ ૨૦૧૯-૨૦નો બીજો ત્રિમાસિક ગાળો જોતાં ટેકનોલોજીનાં નવીન ફેરફારોની અસર સ્પષ્ટપણે જોવા મળશે, જેમાં હિતધારકો આ અસરોને નિવારવા વિવિધ પ્રકારનાં પગલાં લેશે, અનુભવમાંથી પરિવર્તન તરફ આગળ વધશે. ભાડાપટ્ટાની કામગીરી ટૂંકા ગાળામાં વધશે એવી અપેક્ષા છે, જે માટે કોર્પોરેટની કામગીરી વધારવાની કે કોન્સોલિડેશન કરવાની ઇચ્છા જવાબદાર છે.

(9:12 pm IST)