Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

કર્ણાવતી ક્લબમાં સભ્ય રાજીવ પટેલની કારના કાચ તોડ્યા

અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર આવેલી અને પ્રતિષ્ઠિત ગણાતી રાજપથ અને કર્ણાવતી ક્લબમાં દોઢ મહિના પછી યોજાનારી ચૂંટણીને લઈને માહોલ ગરમ થઈ ગયો છે. હાલની પાવર પેનલ આ સભ્યો બંને ક્લબ પર સત્તા ધરાવે છે.આજે પેનલમાંથી તાજેતરમાં જ કેટલાક સભ્યો છૂટા પડ્યા હતા તેમજ એક્ટિવ મેમ્બર પેનલ નામની નવી પેનલ બનાવી છે. જેના ફાઉન્ડર સભ્યોને શોધી શોધીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.હાલની પાવર પેનલમાંથી છુટા થઈને નવી પેનલ બનાવનારા ફાઉન્ડર સભ્યોમાં અનિલ શાહ મનોજ પટેલ કમલેશ પટેલ તથા અમરનાથ કો ઓપરેટિવ બેંકના રાજીવ પટેલનો સમાવેશ થાય છે.આજે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ રાજીવ પટેલના થલતેજ ખાતે આવેલા બંગલાની બહાર તેમની ગાડી પાર્ક કરી હતી. આ સમયે લાલ કલરના એક બાઈકમાં બે વ્યક્તિ તેના ઘરની આસપાસ આંટાફેરા કરતી હતી.

(4:32 pm IST)