Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

છ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી ચોરી છૂપીથી ૧૩૦૦ કરોડની કિંમતનું ૪૦૦૦ કિલો સોનું ઘુસાડી દેવાયુ

સોનું ઘુસાડવાનું કૌભાંડ ચાલતું હોવાની શંકા

નવી દિલ્હી તા. ર૦ :.. છેલ્લા ૬ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ્સના સત્તાવાળાઓની આંખમાં ધુળ નાખી રૂ. ૧૩૦૦ કરોડની કિંમતનું ૪૦૦૦ કિલો સોનું ઘુસાડી દેવાયું હોવાનું બહાર આવ્યું છે. કસ્ટમ્સનું કહેવું છે કે આ તો કંઇ નથી તપાસ થાય તેમ છે.

ર૦૧૮-૧૯ માં અમદાવાદ ઇન્ટર-નેશનલ એરપોર્ટ પરથી ર૦૧૭-૧૮ કરતાં રપ૦ ટકાથી વધુ દાણચોરીના કિસ્સા વધ્યા છે આ વર્ષે ૧૩૯ કેસમાં ૬પ કિલો સોનું જપ્ત કરાયું છે. જયારે ર૦૧૭-૧૮ માં ૩૮ કેસમાં માત્ર ર૦ કિલો સોનુ જપ્ત કરાયું હતું.

ડીઆરઆઇના એક રીપોર્ટ અનુસાર ભારતીય કસ્ટમ્સે ર૦૧૭-૧૮ માં ૩રર૩ કિલો સોનું જપ્ત કર્યુ છે. જેની કિંમત રૂ. ૯૭૪ કરોડ થવા જાય છે. ર૦૧૬-૧૭ માં ૧૪રર કિલો સોનું જપ્ત થયું હતું જેની કિંમત હતી. રૂ. ૪૭ર કરોઙ

(12:38 pm IST)